નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પૂર્વ કેન્દ્રિય પ્રધાન અને ખુબ જ લોકપ્રિય નેતા સુષ્મા સ્વરાજના પાર્થિક શરીરને જોઇને ખુબ જ ભાવનાશીલ બની ગયા હતા. તેમની આંખો નમ થઇ ગઇ હતી. મોદી સરકાર-૧માં સાથી પ્રધાન તરીકે રહેલા સુષ્મા સ્વરાજના દિલ્હી સ્થિત આવાસ પર મુકવામાં આવેલા તેમના પાર્થિક શરીરને જોઇને મોદી ખુબ ભાવનાશીલ બની ગયા હતા. સુષ્મા સ્વરાજના અવસાનની સાથે સાથે નીચે મુજબ છે.
- સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપવા માટે લોકોની લાંબી લાઇન લાગી
- સુષ્મા સ્વરાજનુ મોડી રાત્રે હાર્ટ અટેકના કારણે અવસાન થયુ
- સુષ્માને શ્રદ્ધાંજલિ આપતી વેળા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનાશીલ બની ગયા
- સુષ્માના પાર્થિક શરીરને જોઇને મોદી ભાવનાશીલ દેખાયા અને તેમની પુત્રી બાંસુરીના માથા પર હાથ ફેરીને તેમની હિમ્મત વધારી
- રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે પણ શ્રદ્ધાંજલિ આપી
- સુષ્મા સ્વરાજના પાર્થિક શરીરને ભાજપની ઓફિસ પર રાખવામાં આવ્યા બાદ બપોર બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવશે
- હરિશ સાલ્વેએ સુષ્માને તેમના બહેન તરીકે ગણાવીને યાદ કર્યા
- બુધવારના દિવસે એક રૂપિયાની પ્રતિક ફી લેવા માટે આવવા સુષ્માએ હરિશ સાલ્વેને કહ્યુ હતુ
- અવસાનના થોડાક સમય પહેલા જ અંતિમ ટ્વીટ કરીને મોદીને કલમ ૩૭૦ની નાબુદી માટે અભિનંદ આપ્યા હતા અને કહ્યુ હતુ કે તે આ દિવસની રાહ જોઇ રહ્યા હતા.
- કેન્દ્રિય પ્રધાન અમિત શાહને પણ શાનદાર ભાષણ અને રજૂઆત બદલ અભિનંદન આપ્યા.