ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી અને અંતિમ ટી-૨૦ અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ T-૨૦ મેચ રમાવાની છે. કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતી લીધો હતો અને પ્રથમ બેટિંગ કરવાનો ર્નિણય લીધો હતો. આ મેચમાં ઇન ફોર્મ બેટ્સમેન શુભમન ગિલે વધુ એક સદી ફટકારી દીધી છે. ભારતની ટીમને સારી શરૂઆત અપાવનાર શુભમન ગિલે એક છેડો સંભાળીને ટીમના સ્કોરને પણ ૨૦૦ ને પાર પહોંચાડી દીધો હતો. શુભમન ગિલે ટી-૨૦ ક્રિકેટમાં સૌથી વધારે રન કરવાના વિરાટ કોહલીના રેકોર્ડને તોડી નાખ્યો છે. ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી અને અંતિમ ટી-૨૦ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચમાં શુભમને ૧૨૬ રન માત્ર ૬૩ બોલ રમીને કરી લીધા હતા. શુભમન ગિલ ઓપનિંગમાં ઈશાન કિશન સાથે ઉતાર્યો હતો. કિશન આજે પણ ફ્લોપ રહ્યો હતો. ત્યાર પછી રાહુલ ત્રિપાઠીએ જોરદાર ફટકાબાજી કરતાં ૪૪ રન ધડાધડ બનાવી દીધા હતા.
જો કે તે પોતાની ફિફ્ટી પૂરી કરી શક્યો નહોતો અને કેચ આઉટ થઈ ગયો હતો. ત્યાર પછી કેપ્ટન હાર્દિક પંડ્યાએ બાજી સાંભળી લીધી હતી અને ૧૭ બોલમાં એક છગ્ગા અને ચાર ચોગ્ગાની મદદથી ૩૦ રન ફટકાર્યા હતા. સામે છેડે ઓપનર ઇન ફોર્મ બેટર ઈશાન કિશન આગવા ટચમાં દેખાયો હતો. ભારતીય ક્રિકેટના ભગવાન માનવામાં આવતા ખેલાડી સચિન તેંડુલકર પણ આ મેચમાં હાજર રહ્યા હતા અને શુભમને તેઓની સામે સદી ફટકારી હતી.
જો કે હાર્દિકના આ ર્નિણય સાથે ટીમના પૂર્વ આસિસ્ટન્ટ કોચ રહી ચૂકેલા સંજય બાંગરે આ ર્નિણયને વખોડ્યો હતો અને કહ્યું હતું કે તમે ઉમરાન મલિકને ટીમમાં લીધો છે એટ્લે કે ઘાસ છે પિચ પર અને માટે ચેઝ કરવો એ જ સારો ર્નિણય રહે એમ હતો. એવામાં હાર્દિકે વિપરીત પહેલા બેટિંગ કરવાનો ર્નિણય લીધો હતો. આ મેચમાં કેપ્ટન હાર્દિકે યુઝવેન્દ્ર ચહલની જગ્યાએ ફાસ્ટ બોલર ઉમરાન મલિકને તક આપી હતી. અહીં પિચ પર ઘાસ હોવાના કારણે કદાચ ટીમ મેનેજમેંટ દ્વારા આ ર્નિણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં ભારતીય ક્રિકેટ ટીમ ન્યૂઝીલેન્ડ સામેની ટી-૨૦ શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ હતી.
સૂર્યકુમાર યાદવે પોતાના જૂના દિવસો યાદ કરતાં કહ્યું હતું કે હું અહીં આવ્યો ત્યારે મને યાદ આવ્યું કે ૨૦૨૧માં મે અહીથી જ મારા સારા ફોર્મની શરૂઆત થઈ હતી.