પોલીસ અને ત્રાસવાદીઓને એકબીજાના લોકોને છોડયા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

શ્રીનગર: ત્રાસવાદી સંગઠન હિઝબુલ મુજાહીદીને શુક્રવારે બે પોલીસ કર્મચારી, એક એસપીઓ અને જમ્મુકાશ્મીર પોલીસના ૧૧ પરિવારી સભ્યોને મુક્ત કર્યા હતા. બુધવારના દિવસે અપહરણનો સિલસિલો શરૂ થયો હતો. ત્રાસવાદીઓના ચાર સંબંધીઓના અપહરણ કરવામાં આવ્યા બાદ એકબીજાના લોકોને છોડી મુકવા માટેની શરૂઆત થઇ હતી. હવે ત્રાસવાદીઓ પોલીસ જવાનોના પરિવારના સભ્યોને ટાર્ગેટ બનાવી રહ્યા છે. બુધવારના દિવસે જ પુલવામાં જિલ્લામાં ત્રાલ ખાતેથી ત્રાસવાદીઓએ પોલીસ જવાન રફીક અહેમદના પુત્ર આસિફ અહેમદનુ અપહરણ કરી લીધુ હતુ.

પોલીસ કર્મચારીઓના પરિવારના સભ્યોનુ અપહરણ કરવામાં આવ્યા બાદ સેના દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ  હતુ. રાજ્યમાં ત્રાસવાદીઓ હાલમાં જારદાર રીતે સક્રિય થઇ ગયા છે. છેલ્લે જમ્મુ કાશ્મીરના સોપિયન જિલ્લામાં અરહામા ગામમાં પોલીસ ટીમ ઉપર ત્રાસવાદીઓએ હુમલો કર્યો હતો જેમાં ચાર પોલીસ જવાનો શહીદ થયા હતા.  આતંકવાદીઓ સુરક્ષા દળો પાસેથી હથિયાર આંચકીને ફરાર થઇ જવામાં સફળ રહ્યા હતા.  સુરક્ષા દળોને ટાર્ગેટ બનાવીને વારંવાર હુમલા કરવામાં આવી રહ્યા છે. ત્રાસવાદીની કમર તુટી ગઈ હોવા છતાં સુરક્ષા દળોને ટાર્ગેટ બનાવીને  હુમલા કરવામાં આવી રહ્યા છે.

કાશ્મીરમાં અગાઉ રવિવારે ૨૬મી ઓગષ્ટના દિવસે મોટી સફળતા હાથ લાગી હતી.  એ વખતે જમ્મુ કાશ્મીરના કુપવારા જિલ્લાના હેન્ડવારા વિસ્તારમાં સવારે અથડામણ બાદ ચાર ત્રાસવાદીઓને પકડી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા ત્રાસવાદીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયારો અને વિસ્ફોટકો પણ જપ્ત કરવામાં આવ્યા છે. ઝડપાયેલા તમામ ત્રાસવાદીઓ નવા આતંકવાદી સંગઠનમાં હાલમાં જ ભરતી થયા હતા

Share This Article