નવી દિલ્હી : શ્રીલંકાના એક દિવસના પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોલંબોમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધન કર્યું હતું. આ ગાળા દરમિયાન મોદીએ દુનિયામાં ભારતની પ્રતિષ્ઠાને ઉંચી સપાટી ઉપર લઇ જવા માટેની ક્રેડિટ દુનિયાના જુદા જુદા વિસ્તારમાં રહેતા ભારતીયોને આપી હતી. મોદીએ કહ્યું હતું કે, હવે ભારતને જાવાનો અંદાજ બદલાઈ ગયો છે. લોકસભાની ચૂંટણીમાં શાનદાર જીતનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું હતું કે, ભારતમાં લોકશાહી લોકોના સંસ્કારમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે. મોદીની શ્રીલંકા યાત્રા નીચે મુજબ છે.
- સતત બીજી વખત સત્તામાં આવ્યા બાદ મોદી પોતાના પ્રથમ વિદેશ પ્રવાસના બીજા ચરણમાં શ્રીલંકામાં
- કોલંબોના ભંડાર નાયકે વિમાની મથક ઉપર શ્રીલંકાના વડાપ્રધાન વિક્રમસિંઘે દ્વારા સ્વાગત
- મોદી કોલંબોના સેન્ટ એટોર્ની ચર્ચમાં પહોંચ્યા અને એપ્રિલમાં થયેલા આત્મઘાતી હુમલાના મૃતકોને અંજલિ પણ આપી
- ઇસ્ટર બ્લાસ્ટ બાદ શ્રીલંકા પહોંચનાર મોદી પ્રથમ વિદેશી નેતા બન્યા
- ઇસ્ટર બ્લાસ્ટમાં શ્રીલંકામાં ૩૨૫ના મોત થયા હતા
- શ્રીલંકામાં મોદીના પ્રવાસ બાદ પ્રવાસને વેગ મળે તેવી શક્યતા
- ૨૧મી એપ્રિલના દિવસે ઇસ્લામિક સ્ટેટ દ્વારા શ્રીલંકાના જુદા જુદા ભાગોમાં બ્લાસ્ટ કરાયા હતા જેમાં ૩૨૫ના મોત થયા હતા
- માલદિવ અને શ્રીલંકાની યાત્રા દર્શાવે છે કે, ભારત પડોશી પ્રથમની નીતિને અપનાવશે
- મોદીની શપથવિધિમાં બિમ્સટેક દેશોના વડા ઉપÂસ્થત રહ્યા હતા
- લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં મોદીએ ભારતીય સમુદાયના લોકો સાથે વાતચીત કરી
- પોતાની એક દિવસની યાત્રા દરમિયાન શ્રીલંકાના પ્રમુખ સિરિસેના સાથે વાતચીત કરી
- શ્રીલંકન રાષ્ટ્રપતિ ભવનમાં વૃક્ષારોપણમાં પણ જાડાયા
- મોદીને મળવા વિપક્ષના નેતા રાજપક્ષે પહોંચ્યા
- શ્રીલંકાની મુખ્ય તમિળ પાર્ટી તમિળ નેશનલ એલાયન્સના પ્રતિનિધિઓ પણ મળવા માટે પહોંચ્યા
- મોદીની યાત્રાથી સંબંધો મજબૂત થશે
- પ્રથમ અવધિ દરમિયાન માર્ચ ૨૦૧૫માં મોદી શ્રીલંકા પહોંચ્યા હતા અને ૨૮ વર્ષ બાદ કોઇ ભારતીય વડાપ્રધાનની શ્રીલંકાની પ્રથમ યાત્રા હતી