શ્રીલંકામાં ગયા રવિવારના દિવસે કરવામાં આવેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટના સંબંધ ન્યુઝીલેન્ડમાં ૧૫મી માર્ચના દિવસે કરવામાં આવેલા હુમલાની સાથે કોઇ સંબંધ ધરાવે છે કે કેમ તેની ઉંડી તપાસ શરૂ કરવામાં આવી રહી છે. પહેલા ન્યુઝીલેન્ડમાં બે મસ્જિદમાં અંધાધુંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ લોકો માર્યા ગયા હતા. હવે શ્રીલંકામાં ચર્ચને ટાર્ગેટ બનાવીને હુમલો કરવામાં આવ્યો છે. જેમાં ભારે ખુવારી થઇ છે. સૌથી મોટી કમનસીબ બાબત એ છે કે આ ધર્મયુદ્ધમાં હવે એક એવા દેશ સકંજામાં છે જે મુસ્લિમ કે ખ્રિસ્તી દેશ નથી. બંને દેશોમાં આ મામલે તપાસ ચાલી રહી છે.
ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે ઇસ્લામ અસ્તિત્વમાં આવ્યુ ત્યારે આશરે ૫૦૦ વર્ષ સુધી ખ્રિસ્તી અને મુસ્લિમ સમુદાયની વચ્ચે લડાઇ જારી રહી હતી. ૫૦૦ વર્ષ સુધી રક્તરંજિતની સ્થિતી રહી હતી. ખુની ખેલમાં ભારે ખુવારી થઇ હતી. આને ખ્રિસ્તી ક્રુસેડ અને મુસ્લિમ જેહાદ નામથી ઓળખે છે. જો કે ૧૪૫૩માં આ કહેવાતા ધર્મયુદ્ધની પૂર્ણાહુતિ થઇ ગઇ હતી પરંતુ કેટલાક દેશોમાં હજુ બંને દેશો વચ્ચે ખેંચતાણ છે. જેના ભાગરૂપે હિંસા થતી રહે છે. કેટલાક મુસ્લિમ દેશો આજે અમેરિકાની સાથે છે જ્યારે કેટલાક મુસ્લિમ દેશો અમેરિકાથી નાખુશ છે. વિશ્વમાં બનેલી બે ઘટનાથી ફરી એકવાર ચિંતા જોવા મળી રહી છે.પહેલી ઘટના ૧૫મી માર્ચના દિવસે બની હતી. ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચ ખાતે બે મસ્જિદોમાં વણઓળખાયેલા હુમલાખોરે ભીષણ ગોળીબાર કરતા વ્યાપક દહેશત ફેલાઇ ગઇ હતી. આ ગોળીબારમાં ૫૦ લોકોના મોત થઇ ગયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા.
ઘાયલ થયેલા તમામ લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી દેવામાં આવ્યા હતા. પહેલો હુમલો અલ નુર મસ્જિદમાં કરવામાં આવ્યો હતો. ક્રાઇસ્ટચર્ચના પેટાનગર વિસ્તાર લિનવુડમાં એક મસ્જિદમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતું કે હુમલાખોરે સતત ગોળીબાર કર્યો હતો. નરસંહારના સંદર્ભમાં કેટલાક લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. દિલધડક હત્યાકાંડ અને નરસંહારને જોનાર લોકોને થોડાક સમય માટે તો વિશ્વાસ પણ થયો ન હતો. કોઇ વ્યક્તિ આટલી હદ સુધી ક્રૂર કઈરીતે બની શકે છે તેને લઇને લોકોમાં ચર્ચા થઇ હતી. ૫૦ લોકોના મોતના ગુનેગારે પકડી પાડવામાં આવ્યો હતો.આ શખ્સે કેટલીક ચોંકાવનારી કબૂલાત પણ કરી છે. એમ પણ કહેવામાં આવ્યુ હતું કે ગોળીબારના સમય પર બાંગ્લાદેશી ક્રિકેટ ટીમ પણ મસ્જિદમાં હતી પરંતુ ટીમના ખેલાડીઓનો સહેજમાં બચાવ થયો હતો.
ટીમને સુરક્ષિત કાઢી લેવામાં સુરક્ષા દળોને સફળતા મળી હતી. સાક્ષીઓએ વિગત આપતા કહ્યુ હતું કે હુમલાખોર કાળા વ†ો પહેરીને આવ્યો હતો. સાથે સાથે માથા પર હેલમેટ પણ પહેરી રાખી હતી. તેની પાસે ઘાતક હથિયારો હતા. જેના કારણે તે ગોળીબાર કરી રહ્યો હતો. ન્યુઝીલેન્ડ પોલીસ અને સુરક્ષા દળોએ ચારેબાજુથી સમગ્ર વિસ્તારને ઘેરી લઇને ઉંડી તપાસ હાથ ધરી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતું કે હુમલાના ગાળા દરમિયાન બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ ત્યાં જ હતી. મસ્જિદમાં ગોળીબારની માહિતી મળતાની સાથે જ તમામ ખેલાડી બાકી લોકોની સાથે કોઇ રીતે બહાર આવી ગયા હતા. બીજા હુમલો શ્રીલંકામાં ગયા રવિવારના દિવસે એક પછી એક બ્લાસ્ટનો સીલસીલો શરૂ થયો હતો. ત્રણ ચર્ચ અને કેટલીક હોટલોને ટાર્ગેટ બનાવવામાં આવી હતી. પ્રથમ બ્લાસ્ટ કોલંબોમાં સેન્ટએન્ટની ચર્ચ અને બીજા બ્લાસ્ટ પાટનગરની બહાર નેગોમ્બો વિસ્તારમાં સેબેસ્ટીયન ચર્ચમાં કરાયો હતો. ત્રીજા બ્લાસ્ટ પૂર્વીય શહેર બાટીકોલોવામાં ચર્ચામાં થયો હતો.
ઉપરાંત જે હોટલોને ટાર્ગેટ બનાવીને હુમલા કરવામાં આવ્યા હતા તેમાં સાંગરીલા, સીનામોન અને કિંગ્સબેરીનો સમાવેશ થાય છે. ઈસ્ટરની પ્રાર્થના માટે ચર્ચમાં લોકો એકત્રિત થઈ રહ્યા હતા ત્યારે પ્રથમ બ્લાસ્ટ સવારે ૮.૪૫ વાગે થયો હતો. ત્યારબાદ એક પછી એક બ્લાસ્ટની શરૂઆત થઈ હતી. ઘાયલ થયેલા તમામ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કોલંબો નેશનલ હોસ્પિટલના મોટાભાગના લોકોને ખસેડવામાં આવ્યા હતા. ત્રણ ફાઈવસ્ટાર હોટલો અને એક ચર્ચમાં પણ હુમલા કરાયા હતા. શ્રીલંકામાં ભારે અંધાધૂંધી પ્રવર્તી રહી છે. આત્મઘાતી હુમલાની શરૂઆત પણ શ્રીલંકામાં જ કરવામાં આવી હતી. ૨૦૧૬માં ઢાકામાં હોળી આર્ટીસન ઉપર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યા હતો.