શ્રીલંકામાં રવિવારના દિવસે ઇસ્ટરના પર્વના પ્રસંગે લોકો ઉજવણી કરી રહ્યા હતા ત્યારે શ્રીલંકામાં ફરી એકવાર ખુની ખેલ ખેલાઇ જતા વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. ઇસ્ટરના પર્વ પર શ્રીલંકામાં એક સાથે અનેક સ્થળો પર બોંબ બ્લાસ્ટના કારણે શ્રીલંકા હચમચી ઉઠ્યુ છે. શ્રીલંકા ૩૦ વર્ષ સુધી ગૃહ યુદ્ધ અને આંતકવાદના સકંજામાં રહ્યા બાદ હવે એમ લાગી રહ્યુ હતુ કે શાંતિ સ્થાપિત થઇ રહી છે. જા કે હવે ફરી એકવાર હિંસાથી શરૂઆત થઇ છે. વર્ષ ૨૦૦૯માં ગૃહ યુદ્ધ અથવા તો આંતરવિગ્રહના ખાતમા બાદ શ્રીલંકામાં કોઇ મોટી ત્રાસવાદી ઘટના બની ન હતી. હવે સ્થિતી ફરી એકવાર હળવી બની રહી હતી. જેથી નવેસરના હુમલા બાદ ફરી એકવાર પ્રશ્ન થઇ રહ્યા છે કે શુ શ્રીલંકા ફરી એકવાર ખુની ખેલ તરફ વધી રહ્યુ છે.
શ્રીલંકામાં જે રીતે તૈયારીની સાથે હુમલા કરવામાં આવ્યા છે તેની પાછળ કોઇ મોટા આંતરરાષ્ટ્રીય સંગઠનની સીધી સંડોવણી હોવાની ખાતરી મળે છે. સામાન્ય રીતે તો વૈશ્વિક ત્રાસવાદના કેન્દ્ર રહી ચુકેલા બંને ખતરનાક સંગઠન આઇએસ અને અલકાયદાની કમર તોડી નાંખવામાં આવે છે. જા કે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન ઉપરાંત દક્ષિણ એશિયાના કેટલાક દેશોમાં ત્રાસવાદની જડ ફેલાયેલી છે. ગયા વર્ષે સંયુક્ત રાષ્ટ્રે રિપોર્ટમાં દાવો કર્યો હતો કે અલ કાયદા ભારતીય પેટાખંડમાં કોઇને કોઇ નામથી સક્રિય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ભારત અને બાંગ્લાદેશ સહિતના કેટલાક દેશોમાં ત્રાસવાદીઓ હજુ પણ નાના અને મોટા પાયે સક્રિય છે. ત્રાસવાદી સંગઠનો જુદા જુદા દેશોમાં રહેલા છે. ભારત તેના હિટ લિસ્ટમાં છે.
મોટા પાયે યુવાનોની ભરતી પણ કરવામાં આવી રહી છે. જા કે ભારતમાં કઠોર સુરક્ષા વ્યવસ્થાના કારણે ત્રાસવાદીઓ ભારતમાં હુમલા કરવામાં સફળ સાબિત થઇ રહ્યા નથી. જેથી શ્રીલંકાના રૂપમાં દક્ષિણ એશિયાની સૌથી સુરક્ષિત જગ્યાએ હુમલો કર્યો છે. શ્રીલંકામાં રવિવારના દિવસે એક પછી એક બ્લાસ્ટનો સીલસીલો શરૂ થયો હતો. ત્રણ ચર્ચ અને કેટલીક હોટલોને ટાર્ગેટ બનાવવામાં આવી હતી. પ્રથમ બ્લાસ્ટ કોલંબોમાં સેન્ટએન્ટની ચર્ચ અને બીજા બ્લાસ્ટ પાટનગરની બહાર નેગોમ્બો વિસ્તારમાં સેબેસ્ટીયન ચર્ચમાં કરાયો હતો. ત્રીજા બ્લાસ્ટ પૂર્વીય શહેર બાટીકોલોવામાં ચર્ચામાં થયો હતો. ઉપરાંત જે હોટલોને ટાર્ગેટ બનાવીને હુમલા કરવામાં આવ્યા હતા તેમાં સાંગરીલા, સીનામોન અને કિંગ્સબેરીનો સમાવેશ થાય છે.
ઈસ્ટરની પ્રાર્થના માટે ચર્ચમાં લોકો એકત્રિત થઈ રહ્યા હતા ત્યારે પ્રથમ બ્લાસ્ટ સવારે ૮.૪૫ વાગે થયો હતો. ત્યારબાદ એક પછી એક બ્લાસ્ટની શરૂઆત થઈ હતી. ઘાયલ થયેલા તમામ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કોલંબો નેશનલ હોસ્પિટલના મોટાભાગના લોકોને ખસેડવામાં આવ્યા હતા. ત્રણ ફાઈવસ્ટાર હોટલો અને એક ચર્ચમાં પણ હુમલા કરાયા હતા. શ્રીલંકામાં ભારે અંધાધૂંધી પ્રવર્તી રહી છે. આત્મઘાતી હુમલાની શરૂઆત પણ શ્રીલંકામાં જ કરવામાં આવી હતી. ૨૦૧૬માં ઢાકામાં હોળી આર્ટીસન ઉપર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યા હતો. આ પ્રકારના જ હુમલા આ કરવામાં આવ્યા છે.શ્રીલંકા આઘાતમાં ડુબેલું છે.માર્યા ગયેલાઓમાં ૪૦થી વધુ વિદેશી નાગરિકો છે જેમાં અમેરિકા, ભારત અને અન્ય દેશોના નાગરિકો સામેલ છે. શ્રીલંકામાં સૌથી ખતરનાક ત્રાસવાદી સંગઠન એલટીટીઇનો હવે ખાતમો થઇ ગયો છે. જા કે કટ્ટરપંથી સંગઠનની સંડોવણી સપાટી પર આવી રહી છે.
શ્રીલંકામાં જે ઘટના બની છે તેની ચર્ચા વૈશ્વિક સ્તર પર જાવા મળી રહી છે. ખ્રિસ્તી સમુદાયના લોકોને ટાર્ગેટ બનાવીને આ હુમલો કરવામાં આવ્યો હતો. વધારે ખુની ે ખેલ ન ખેલાય તે માટે તરત જ સંયુક્ત રાષ્ટ્રે હવે સુર૭ા પરિષદની બેઠક બોલાવવી જાઇએ. શ્રીલંકામાં રાજકીય પક્ષોએ પણ મતભેદો દફનાવીને શ્રીલંકામાં શાંતિ સ્થાપિત કરવાની દિશામાં વધુનક્કર પહેલ કરવી જાઇએ. શ્રીલંકામાં નવી ઉભી થયેલી કટોકટીનો સામનો હવે કઇ રીતે કરવામાં આવે તે દિશામાં શ્રીલંકામાં સરકારે ધ્યાન આપવાની જરૂર છે. હાલમાં તો શ્રીલંકાની Âસ્થતી પર તમામ લોકોની નજર કેન્દ્રિત થઇ ગઇ છે.