સફેદ રંગની શોખીન શ્રીદેવીએ બોલિવુડમાં ચાંદની તથા અપ્સરા રૂપની પહેચાન કરાવી હતી. એક સમયે શોકનો રંગ ગણાતો સફેદ રંગ ૮૦-૯૦ નાં દાયકામાં અચાનક ફેશનમાં ટ્રેન્ડમાં આવી ગયો હતો. તેની ટ્રેન્ડસેટર બની હતી શ્રીદેવી. પર્સનલી શ્રીદેવીને સફેદ રંગ ખૂબ જ પસંદ હતો. ગણી ફિલ્મોમાં શ્રીદેવીએ અપ્સરાનાં વ્હાઈટ ડ્રેસમાં પર્ફોમન્સ આપ્યા છે. ત્યારબાદ જયાપ્રદા, સુશ્મિતા સેન અને વિદ્યાબાલને પણ આ પ્રકારનું ડ્રેસિંગ કર્યુ હતુ.
શ્રીદેવીનું ચાંદની સ્વરૂપ તો એટલુ પસંદ કરવામાં આવ્યુ હતુ કે ભારતની ઘણી સ્ત્રીઓ ફંન્કશનમાં વ્હાઈટ સાડી કે ડ્રેસની સાથે વ્હાઈટ બેંગલ્સ અને બિંદી કરીને સજતી નજરે પડી હતી. કોઈ પણ ફંંન્કશન કે સેેેેલિબ્રેશનમાં શ્રીદેવીની પહેલી પસંદ સફેદ આઉટફીટ્સ જ રહેતા. જો કોઈ જગ્યાએ શ્રીદેવી મુખ્ય મહેમાન તરીકે જવાની હોય તો તેના માટે સફેદ રંગનાં બુકે અને સજાવટ કરવામાં આવતી.
આ પસંદને અંતિમ યાત્રા સુધી પણ ધ્યાનમાં રાખવામાં આવી. શ્રીદેવીની અંતિમ યાત્રાની ગાડીને પણ સફેદ રંગનાં ફૂૂૂૂલોથી સજાવવામાં આવી. બોલીવુડની ચાંદનીની આ રીતે થઈ અંતિમ વિદાય.
તસ્વીર કર્ટસી- એનઆઈ