શ્રી સંજય પરીખ મેમોરિયલ ટ્રસ્ટ  ગુજરાત સ્થાપના દિવસ      

KhabarPatri News
By KhabarPatri News 0 Min Read

 1 મે,1960 ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી. આ જ દિવસે મહારાષ્ટ્રની પણ સ્થાપના થઇ હતી. પહેલી મે 2022 ના રોજ સાનિધ્ય 2 બંગ્લોઝ  આનંદનગર માં 6:30 કલાકે કાર્યક્રમ આયોજિત કરવામાં આવી . મિલન પરીખ અને સોસાયટી ના સભ્યો દ્વારા ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી  કરવામાં આવી .આ કાર્યક્રમ માં  પુરુષોત્તમ રૂપાલા (યુનિયન કેબિનેટ મિનિસ્ટર, મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી), દેવુસિંહ ચૌહાણ (મિનિસ્ટર ઓફ સ્ટેટ કૉમ્યૂનિકેશન ,ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા) દિપસિંહ રાઠોડ (મેમ્બર ઓફ લોકસભા), નીમાબેન આચાર્ય (સ્પીકર ગુજરાત લેજેસ્લેટિવ એસેમ્બલી) અને ડો.નુમાલ મોમીન ( ડેપ્યુટી સ્પીકર ,આસામ લેજેસ્લેટિવ એસેમ્બલી) મહાનુભાવો ઉપસ્થિતમાં ભવ્ય ઉજવણી કરી .   

કાર્યક્રમના આયોજન અંગે સંજય મેમોરિયલ ટ્રસ્ટ ના ચેરમેન,મિલન પરીખકે કહ્યું, કે દિવાળી , હોળીની જેમ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી પણ બધા ગુજરાતના લોકોએ કરવી જોઈએ. ગુજરાતી હોવાનું બધા ને ગર્વ હોવું જોઈએ. ગુજરાતની અસ્મિતા અને ભવ્યતા ને ઉજાગર કરવી આપણી સહું ની ફરજ છે. આયોજીત કાર્યક્રમ માં ગરબા ગ્રુપ , આદિવાસી નૃત્ય અને કવિ દ્વારા ગુજરાત નું સંબોધન કરવામાં આવ્યુ .વાંસળીવાદક નું લાઈવ પર્ફોમન્સ .સાથે એક એનજીઓ નું પણ ઉદઘાટન ડો. ધ્વનિ પરીખ દ્વારા કરવામાં આવ્યું..  

Share This Article