શ્રેયસ અય્યરના ફેન્સ માટે સારા સમાચાર, હોસ્પિટલમાંથી મળી ગઈ રજા, BCCIએ હેલ્થને લઈને શું કહ્યું?

Rudra
By Rudra 2 Min Read

શ્રેયસ અય્યરને લઈને સારા સામાચાર સામે આવ્યાં છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી વનડેમાં કેચ દરમિયાન ઈજા બાદ તેને સિડનીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઇન્ટરનલ બ્લીડિંગને રોકવા માટે તેનું એક ઓપરેશન કરવું પડ્યું હતુ. તે ત્યારથી હોસ્પિટલમાં હતો. બીસીસીઆઈએ શનિવારે તેનું ત્રીજું મેડિકલ અફડેટ જાહેર કરતા જણાવ્યું કે, અય્યરને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે.

બીસીસીઆઈએ પોતાના નિવેદનમાં કહ્યું, “શ્રેયસ અય્યરને 25 ઑક્ટોબર 2025ના રોજ ઑસ્ટ્રેલિયા સામેના ત્રીજા વન-ડે દરમિયાન ફીલ્ડિંગ કરતા સમયે પેટમાં ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે તેમની તીલ (spleen)ને ઈજા પહોંચી અને આંતરિક રક્તસ્ત્રાવ (internal bleeding) શરૂ થઈ ગયો હતો. ઈજાની તરત જ ઓળખ કરવામાં આવી હતી અને એક નાનું ઑપરેશન કરીને આંતરિક રક્તસ્ત્રાવ તાત્કાલિક રોકી દેવાયો હતો. તેમના માટે યોગ્ય તબીબી સારવાર આપવામાં આવી છે.”

બીસીસીઆઈએ આગળ જણાવ્યું, “હાલમાં તેમની સ્થિતિ સ્થિર છે અને તે સારી રીતે સ્વસ્થ થઈ રહ્યો છે. સિડની અને ભારતના નિષ્ણાતો તેમજ બીસીસીઆઈની તબીબી ટીમ તેમના સ્વાસ્થ્યપ્રતિ સાકારાત્મક છે અને આજે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.”

બીસીસીઆઈએ આગળ લખ્યું, “અમે સિડનીમાં ડૉ. કૌરૌશ હાઘીગી અને તેમની ટીમ તેમજ ભારતમાં ડૉ. દિનશૉ પારદીવાલાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ, જેમણે શ્રેયસને તેમની ઈજાનું શ્રેષ્ઠ સારવાર સુનિશ્ચિત કરી. શ્રેયસ વધુ તપાસ માટે હાલ સિડનીમાં જ રહેશે. જ્યારે ડૉક્ટર તેમને વિમાનમાં મુસાફરી માટે ફિટ જાહેર કરશે, ત્યારે તેઓ ભારત પરત ફરશે.”

ઈજા કેવી રીતે થઈ હતી

ઑસ્ટ્રેલિયાની ઇનિંગ્સમાં 34મી ઓવરના ચોથા બોલ પર એલેક્સ કેરીએ આગળ શોટ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ હવામાં પાછળની તરફ ગયો. અય્યર બેકવર્ડ શોર્ટ લેગ પર ઉભો હતો, તેમને પાછળ દોડવું પડ્યું. પાછળ દોડતા દોડતા તેમણે ડાઇવ મારીને શાનદાર કેચ પકડ્યો, પરંતુ જમીન પર પડતાં જ તેઓ દુઃખથી ચીસો પાડવા લાગ્યા. ફિઝિયો તાત્કાલિક મેદાનમાં આવ્યા અને તેમને બહાર લઈ ગયા. સ્કેનમાં જાણવા મળ્યું કે તેમની ઈજા ગંભીર છે.

Share This Article