શ્રેણુ પારીખે સાસ-બહુ મંદિરમાં લોન્ચ કર્યો તેનો નવો શો ‘એક ભ્રમ – સર્વગુન સંપન્ન’

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ટીવીની નવી બહુ જ્હાન્વી મિત્તલ (શ્રેણુ પારીખ)એ તેનો નવો શો ‘એક ભ્રમ – સર્વગુન સંપન્ન’ ઉદયપુર ના ૧૦૦૦ વર્ષ જુના સાસ-બહુ મંદિરમા મંગળવારે લોન્ચ કરી દીધો છે.

જેમ કે આ શૉ સામાન્ય સાસ બહુથી અલગ છે એજ રીતે શો ના નિર્માતાઓ અલગ અંદાજમા આ શૉ ને લોન્ચ કરવાનો નિર્ણય લીધો હતો. આ શો એક હાઈ પ્રોફાઇલ પ્રભાવશાળી ફેમિલીની રીયલ વાર્તાથી પ્રેરિત છે.

નિર્માતાઓને આ પરિવાર સાથે સંબંધિત માહિતીને ગુપ્ત રાખવાની સૂચના આપી  છે, કારણ કે પ્રતિષ્ઠિત ફેમિલી તેમના નામો જાહેર કરવા માંગતો નથી.હાલમા શો નો એક ઇન્ટરેસ્ટિંગ પ્રોમોએ દર્શકોમાં જિજ્ઞાસા વધારી છે જેમાં જ્હાન્વી એક આદર્શ સાસુ હોવાનો ઢોંગ કર્યો છે, જ્યારે જ્હાન્વી તેમના સાસુ વિરુદ્ધ કાવતરું રચીતી જોવા મળે છે.

સુમિત સોડાની દ્વારા નિર્દેશિત અને સની સાઇડ અપ ફિલ્મ્સ દ્વારા નિર્મિત શો ‘એક ભ્રમ – સર્વગુન સંપન્ન’માં મુખ્ય ભૂમિકામા શ્રેણુ પારીખ અને ઝૈન ઇમામ જોવા મળશે.

Share This Article