મુંબઇઃ શ્રદ્ધા કપુર બોલિવુડમાં હવે આશાસ્પદ સ્ટાર તરીકે ઉભી રહી છે. તેની પાસે એકપછી એક સારી ફિલ્મો આવી રહી છે. હાલમાં તેની પાસે ચારથી વધારે ફિલ્મો રહેલી છે. જેમાં બાહુબલી તરીકે લોકપ્રિય પ્રભાસની સાથે પણ તે એક ફિલ્મ કરી રહી છે. તેની પાસે અન્ય જે ફિલ્મો રહેલી છે તેમાં હોરર ફિલ્મ સ્ટ્રી, બત્તી ગુલ મીટર ચાલુ અને સાહોનો સમાવેશ થાય છે.
સ્ટ્રી ફિલ્મ ૩૧મી ઓગષ્ટના દિવસે રજૂ કરાશે. જ્યારે બત્તી ગુલ મીટર ચાલુ ફિલ્મ ૨૧મી સપ્ટેમ્બરના દિવસે જારી કરાશે. છેલ્લે તેની સાહો રજૂ કરાશે. આ ફિલ્મ હજુ સુધીની સૌથી મોંઘી ફિલ્મ પૈકીની એક ફિલ્મ છે. શ્રદ્ધા કપુર ઐતિહાસિક બાયોપિક ફિલ્મમાં સાઇના નહેવાલની ભૂમિકા અદા કરનાર છે. ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઇના નહેવાલની લાઇફ પર ફિલ્મ બની રહી છે. તેની પાસેથી ખાસ ટ્રેનિંગ મેળવી લીધી છે. શ્રદ્ધા કપુરે મહેનત કરવાની શરૂઆત કરી દીધી છે. શ્રદ્ધા કપુર આજે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ફોટો પણ મુકી દીધા છે. જેમાં તે સાઇના નહેવાલની સાથે નજરે પડી રહી છે. ફોટોને જાઇને લાગે છે કે તે સાઇના પાસેથી ટ્રેનિંગ લઇ રહી છે. ફોટોમાં સાઇના શ્રદ્ધા કપુરની પાસે બેડમિન્ટનના નાના-નાના પાસા પર માહિતી મેળવી રહી છે.
શ્રદ્ધા કપુર બોલિવુડમાં કેટલાક સમયથી છે. કેરિયરની શરૂઆત નિરાશાજનક માહોલમાં થયા બાદ શ્રદ્ધા કપુરે આંશિકી -૨ ફિલ્મ મારફતે જારદાર લોકપ્રિયતા મેળવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. ફિલ્મમાં તેની સાથે આદિત્ય રોય કપુરે ભૂમિકા અદા કરી હતી. આ ફિલ્મના ગીતો ભારે સુપરહિટ સાબિત થયા હતા. તે પહેલા એવી ચર્ચા હતી કે ફિલ્મમાં સાઇનાની ભૂમિકા દિપિકા અદા કરનાર છે.