શ્રદ્ધા શ્રીનાથની પાસે દક્ષિણની અનેક ફિલ્મો હાથમાં : રિપોર્ટ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : દક્ષિણ ભારતની વધુ એક લોકપ્રિય અભિનેત્રી શ્રદ્ધા શ્રીનાથ પણ બોલિવુડની ફિલ્મો કરવા માટે ઇચ્છુક છે. જો કે તેની પાસે  હાલમાં દક્ષિણ ભારતની અનેક ફિલ્મો હાથમાં છે. જે વર્ષ ૨૦૧૯માં રજૂ કરવામાં આવનાર છે.   ફિલ્મફેર એવોર્ડ વિજેતા અભિનેત્રી હવે પોતાની હિન્દી ભાષાની ફિલ્મને લઇને તમામ તૈયારી કરી રહી છે. તે હવે રોમેન્ટિક ડ્રામા ફિલ્મમાં નજરે પડનાર છે. આ ફિલ્મનુ શુટિંગ માર્ચ મહિનામાં શરૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મનુ શુટિંગ લખનૌ, મથુરા અને વૃદાવનમાં શરૂ કરવામા આવનાર છે.

તમામ લોકો જાણે છે કે શ્રદ્ધા મલયાલમ, તમુળ અને કન્નડ ફિલ્મમાં કામ કરી ચુકી છે. વર્ષ ૨૦૧૭માં ૨૭ વર્ષીય અભિનેત્રી શ્રદ્ધા શ્રીનાથે ઇન્ટર્ન રિપોર્ટર તરીકે યાદગાર ભૂમિકા અદા કરી હતી. કન્નડ ફિલ્મ યુ ટર્નને લઇને માહિતી મેળવી લેવા માટે તેને કહેવામાં આવે છે. નવી ફિલ્મ હાથ લાગ્યા બાદ તે ભારે ખુશ છે. દક્ષિણ ભારતીય અભિનેત્રી શ્રદ્ધા શ્રીનાથ બોલિવુડમાં પણ તેની કેરિયરને લઇને આશાવાદી બનેલી છે. જેથી તે આના માટે આશાવાદી દેખાઇ રહી છે.

કન્નડ ફિલ્મમાં સફળ રીતે ભૂમિકા અદા કર્યા બાદ તે હવે પોતાની છાપ હિન્દી ફિલ્મમાં છોડવા માટે તૈયાર છે. શ્રદ્ધા માને છે કે બોલિવુડમાં તીવ્ર સ્પર્ધા છે છતાં તે આને લઇને ચિંતાતુર નથી. શ્રદ્ધા કહે છે કે તે હિન્દી ફિલ્મોની સાથે સાથે અન્ય ભાષાની ફિલ્મમાં પણ કામ કરવા માટે ઉત્સુક છે. તેની સાથે કામ કરી ચુકેલા સાથી કલાકારોનુ કહેવુ છે કે શ્રદ્ધા કુશળત અભિનેત્રી તરીકે છે. જે હિન્દી ફિલ્મમાં પણ નજરે પડશે. શ્રદ્ધા શ્રીનાથની ફિલ્મનુ શુટિંગ હવે શરૂ કરાશે. શ્રદ્ધા પાસે કેટલીક હિન્દી ફિલ્મો છે. જેની ટુંક સમયમાં જાહેરાત કરનાર છે.

Share This Article