સુશાંત અને શ્રદ્ધા એક સાથે નવી ફિલ્મમાં રહેશે : રિપોર્ટ

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

મુંબઇ :  શ્રદ્ધા કપુર હાલમાં કેટલીક નવી ફિલ્મમાં કામ કરી રહી છે. તમામ ફિલ્મો વર્ષ ૨૦૧૯માં રજૂ કરવામાં આવનાર છે. તેની પાસે જે ફિલ્મ હાથમાં છે તેમાં સાઇના નહેવાલ પરની ફિલ્મ ઉપરાંત, પ્રભાસ સાથેની સાહો અને સુશાંત સાથેની છીછોરે ફિલ્મનો સમાવેશ થાય છે. છીછોરે ફિલ્મ ૩૦મી ઓગષ્ટના દિવસે રજૂ કરાશે. કેટલાક સમયથી અભિનેત્રી શ્રદ્ધા કપુર ફિલ્મોમાં નજરે પડી રહી નથી. ફિલ્મોમાંથી  ગાયબ છે. તે છેલ્લે અપૂર્વ લાખિયાની ફિલ્મ હસીના પારકરમાં નજરે પડી હતી. હવે દંગલ ફેઇમ નીતેશ તિવારી તેને પોતાની આગામી ફિલ્મમાં લેવા માટે નિર્ણય કરી ચુક્યા છે. ફિલ્મનુ શુટિંગ ચાલી રહ્યુ છે. છીછોરે નામની આ ફિલ્મ રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ફિલ્મમાં શ્રદ્ધા કપુર મુખ્ય રોલ અદા કરનાર છે. સુશાંત સિંહ રાજપુત પણ કામ કરી રહ્યો છે. ફિલ્મના નિર્માતા તરીકે કોણ રહેશે તેને લઇને ચાલી રહેલી ચર્ચાનો અંત આવી ગયો છે. ફિલ્મના નિર્માતા તરીકે સાજિદ નડિયાદવાળા રહેનાર છે. જો કે ફિલ્મને લઇને હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ચર્ચા એવી પણ છે કે જેક્લીનને પણ ફિલ્મ માટે લેવાની વાત હતી. જો કે વાત આગળ વધી શકી ન હતી.  સુશાંત પણ યુવા પેઢીમાં એક લોકપ્રિય સ્ટાર અને આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી રહ્યો છે. તેની ફિલ્મોની પણ ચાહકો નોંધ લઇ રહ્યા છે.

અલબત્ત તે ફિલ્મોને એકલા હાથે હિટ કરવાની સ્થિતીમાં નથી પરંતુ આ કલાકારો મલ્ટી સ્ટારર ફિલ્મમાં સફળ સાબિત થઇ રહ્યા છે.શ્રદ્ધા કપુરે આંશિકી-૨ ફિલ્મ મારફતે ભારે લોકપ્રિયતા જગાવી હતી. જેમાં આદિત્ય સાથે તેના રોલની તમામ ચાહકોએ પ્રશંસા કરી હતી. આ ફિલ્મના ગીતો સુપરહિટ સાબિત થયા હતા.

Share This Article