હવે શ્રદ્ધા કપુર ઇશાન નકવી સાથે રહેશે : રિપોર્ટમાં દાવો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ: આખરે શ્રદ્ધા કપુરને ફિલ્મ માટે અભિનેતા મળી ગયો છે. ફિલ્મમાં તેની સાથે બેડમિન્ટન ખેલાડી ઇશાન નકવી અભિનેતા તરીકેની ભૂમિકા અદા કરશે. બંને ફિલ્મમાં રોમાન્સ કરતા નજરે પડનાર છે. શ્રદ્ધા કપુર હાલના દિવસોમાં બેડમિન્ટન ખેલાડી સાઇના નહેવાલની બાયોપિક ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિલ્મમાં તે સાઇના નહેવાલની ભૂમિકા અદા કરી રહી છે. ઇશાન રિયલ લાઇફ બેડમિન્ટન ખેલાડી છે. સાથે સાથે સંગીતના ક્ષેત્રમાં પણ રસ ધરાવે છે. રસપ્રદ બાબત એ છે કે ઇશાન છેલ્લા કેટલાક સમયથી શ્રદ્ધાને આ ફિલ્મને લઇને ટ્રેનિંગ આપી રહ્યો હો. ફિલ્મના નિર્માતા ભુષણ કુમાર દ્વારા હવે હેવાલને સમર્થન આપી દેવામાં આવ્યુ છે.

ભુષણ કુમારે કહ્યુ છે કે ઇશાન નકવી ફિલ્મમાં શ્રદ્ધા કપુર સાથે ફિલ્મમાં કામ કરી રહ્યો છે. શ્રદ્ધા કપુરે હાલમાં કહ્યુ  હતુ કે રોજ સવારે છ વાગ્યાથી બેડમિન્ટન માટે ક્લાસ શરૂ થાય છે. તેને પોતાના કોચ ઇશાન નકવીની પાસેથી અનેક બાબતો શિખવા મળી રહી છે. આનાથી પણ ખાસ બાબત એ છે કે તાજેતરમાં જ સાઇના નહેવાલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે તે આવનાર ૧૬મી ડિસેમ્બરના દિવસે શટલર પી. કશ્યપની સાથે લગ્ન કરનાર છે.

સાઇના અને કશ્યપ વર્ષ ૨૦૦૭થી એકબીજાના પ્રેમમાં છે. બંને એ વખતે નજીક આવ્યા હતા જ્યારે બંને એક સાથે ટુરમાં જવા લાગ્યા હતા. સાઇના નહેવાલની આ લવ સ્ટોરીને ફિલ્મમાં પણ દર્શાવવામાં આવનાર છે. અમોલ ગુપ્તે એક એવા ચહેરાની શોધ કરી રહ્યા હતા જે ફિલ્મમાં શ્રદ્ધા કપુરની સાથે જામે અને બેડમિન્ટન ખેલાડીના રોલમાં પણ યોગ્ય રીતે નજરે પડે. ઇશાનથી અમોલ ખુબ પ્રભાવિત થયા હતા. આખરે તેને ફિલ્મમાં લેવામાં આવ્યો છે.

Share This Article