મુંબઇ: ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઇના નહેવાલની લાઇફ પર બની રહેલી ફિલ્મમાં કામ કરી રહેલી શ્રદ્ધા કપુર હવે ડેન્ગ્યુના સકંજામાં આવી ગઇ છે. શ્રદ્ધા કપુર ફિલ્મમાં સાઇના નહેવાલની ભૂમિકા અદા કરી રહી છે. તે ફિલ્મને લઇને ખુબ આશાવાદી છે. સાઇના નહેવાલની બાયોપિક ફિલ્મનુ શુટિંગ હાલમાં ઝડપથી ચાલી રહ્યુ હતુ. જા કે હવે શ્રદ્ધા કપુરને ડેન્ગ્યુ થતા તેની તકલીફમાં વધારો થયો છે. તે હાલમાં સારવાર અને આરામ પર છે. ફિલ્મ સાથે જાડાયેલા લોકોનુ કહેવુ છે કે શ્રદ્ધા કપુર છેલ્લા કેટલાક દિવસથી પોતાને અસ્વસ્થ તરીકે અનુભવ કરી રહી હતી.
જેના કારણે ૨૭મી સપ્ટેમ્બરના દિવસે શ્રદ્ધા કપુરે શુટિંગને રોકી દીધુ હતુ. તબીબી તપાસ કરવામાં આવ્યા બાદ જાણવા મળ્યુ હતુ કે તે ડેન્ગ્યુના સકંજામાં આવી ગઇ છે. એમ માનવામાં આવે છે કે તે તે હજુ કેટલાક દિવસ સુધી આરામ કરનાર છે. સાઇના નહેવાલ ભારતની સૌથી શ્રેષ્ઠ બેડમિન્ટન ખેલાડી પૈકી એક તરીકે છે. દરમિયાન અમોલે સાઇનાના બાળપણના હિસ્સાનુ શુટિંગ કરી રહ્યા છે. ફિલ્મના નિર્માતા ભુષણ કુમારે કહ્યુ છે કે શ્રદ્ધા કપુર છેલ્લા કેટલાક મહિનાથી ખુબ વ્યસ્ત બનેલી છે.
એમ માનવામાં આવે છે કે ખુબ વધારે પડતા કામના કારણે તેની તબિયત પર પ્રતિકુળ અસર થઇ છે. જેથી તેની તબિયત બગડી ગઇ હતી. તમામ લોકો જાણે છે કે સાઇના નહેવાલની ભૂમિકા અદા કરવા માટે સાઇના નહેવાલે ખુબ ટ્રેનિંગ લીધી છે. સાઇનાના રોલને સારી રીતે કરી શકે તે માટે તમામ પ્રયાસ કરી રહી છે. સાઇના નહેવાલ પોતે તેને કેટલીક જરૂરી ટ્રેનિંગ આપી ચુકી છે. ફિલ્મ તમામ ચાહકોને ગમી જાય તેમ મનાય છે. હાલમાં બાયોપિક ફિલ્મોનો દોર જારી છે.