હાલમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં મનૌવૈજ્ઞાનિકો એવા તારણ પર પહોંચી ગયા છે કે જે વ્યક્તિ સમગ્ર દિવસ દરમિયાન વિચારોમાં ખોવાયેલી રહે છે તેને કેટલીક તકલીફ શરીરની પણ હોય છે. મનૌવૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે દરેક વખતે વિચારતા રહેવાની બાબત યોગ્ય નથી. દિમાગને શાંત રાખવામાં આવે તે જરૂરી છે. જે લોકો વિતેલી બાબતો અને ભવિષ્યને લઇને વિચારતા રહે છે તે વ્યક્તિના આરોગ્ય પર માઠી અસર થાય છે.
આ પ્રકારના લોકો નકારાત્મક વિચારણા કરતા રહે છે. માનવામાં આવે છે કે ભુતકાળની ભુલોથી વ્યક્તિને શિખવાની જરૂર હોય છે. જ્યારે ભવિષ્યની યોજના ચોક્કસપણે બનાવવી જોઇએ. પરંતુ આના માટે દિમાગને અશાંત રાખવાની બાબત બિલકુલ યોગ્ય નથી. વધારે પડતા વિચારો સતત આવતા રહે છે અને ટેવ છુટતી નથી તો તેના માટે ડાન્સ, ડીપ બ્રિથિગ અને દરોજ કસરત કરવાની ટેવ પાડવી જોઇએ. કોઇ પણ વ્યક્તિને હમેશા વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરીને આગળ વધવાની જરૂર હોય છે. કોઇ ક્રિએટિવ કામમાં વ્યક્તિ પોતાને વ્યવસ્થ કરીને આ પ્રકારની ટેવમાંથી બહાર આવી શકે છે.