ટુંકમાં અંતરિક્ષ યાત્રા કરી શકાશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

જો તમે અંતરિક્ષનીયાત્રા કરવા માટેની યોજના બનાવી રહ્યા છો તો તૈયારી કરી લેવાની જરૂર છે. વર્ષ ૨૦૧૮માં સ્પેસ હોલિડેના સપનાને સાકાર કરી શકાય છે. પ્રવાસીઓને આ રોમાંચક પ્રવાસ પર લઇ જનાર એક રોકેટ કેપસુલનુ આ સપ્તાહમાં જ પરીક્ષણ કરવામાં આવ્યુ છે. બ્લુ ઓરિજનના વેસ્ટ ટેક્સાસ સ્થિત લોંચ સાઇટથી ક્રુ કેપસુલને છોડી દેવામાં આવ્યા બાદ તેની ઉત્સુકતા વધી હતી. ખાસ બાબત એ છે કે કંપનીના બીજી વખત ઉપયોગમાં આવનાર રોકેટ લોન્ચર, ન્યુ શેપર્ડની મદદથી આને લોંચ કરવામાં સફળતા મળી હતી. હવે આ કેપસુલમાં બેસીને લોકો ધરતીથી ૧૦૦ કિલીમીટર ઉપર સુધીની રોમાંચક યાત્રા કરી શકશે. આ સાતમી વખત છે જ્યારે ન્યુ શેપર્ડે ઉડાન ભરી છે.

માનવામાં આવે છે કે રોકેટ લોન્ચરની બીજી વખત ઉપયોગ થનાર ક્ષમતાના કારણે અંતરિક્ષની યાત્રામાં આવનાર ખર્ચને ઘટાડી શકાય છે. આના કારણે વધુને વધુ લોકો આ અંતરિક્ષની રોમાંચક યાત્રાની મજા માણી શકશે. નવા ક્રુ કેપસુલને માર્ચમાં પ્રથમ વખત જાહેર રીતે દેખાવવામાં આવ્યા બાદ તેની ચર્ચા રહી હતી. તેમાં ૨.૪ ફુટ પહોળી અને ૩.૬ ફુટ ઉંચી બારી આવેલી છે. બ્લુ ઓરિજન અને એમજાન બન્નેના સ્થાપક જેફ બેજાસના કહેવા મુજબ આટલી મોટી બારીઓની સાથે સ્પેસ યાત્રા પર જનાર તે પ્રથમ કેપસુલ બનશે. આકેપસુલમાં છ લેધર સીટો રહેલી છે. તમામની સાથે અલગ અલગ સ્કીન ગોઠવામાં આવી છે. આના કારણે પ્રવાસીઓને ફ્લાઇટના સંબંધમાં વધારે માહિતી મળી શકશે.

Share This Article