સ્માર્ટફોનનો ઉપયોગ જેટલો વધ્યો છે, તેટલો જ ઉપયોગ પાવરબેંકનો પણ વધ્યો છે. પાવરબેંકનો ઉપયોગ બેકઅપ માટે કરવામાં આવે છે. જ્યારે બહારગામ જાવ ત્યારે ઘણી જગ્યાએ પ્લગ નથી હોતા અને તમારા મહત્વના કામ અટકી જતાં હોય છે. ત્યારે જો તમારી પાસે પાવરબેંક હોય તો કામ અટકતા નથી અને ફોન બંધ પણ થતો નથી. જ્યારે તમે પાવરબેંક ખરીદો ત્યારે અમુક વાતોનું ધ્યાન રાખવું જોઇએ.
- પાવરબેંક ખરીદવા જાવ ત્યારે તમારી મોબાઇલની બેટરી કેટલા એમ એ એચની છે તે ધ્યાન રાખવુ જોઇએ. જો તમારા મોબાઇલની બેટરી 3000 એમ એ એચની હોય તો 5000 કે તેથી વધારે એમ એ એચની પાવરબેંક ખરીદવી જોઇએ.
- પાવરબેંક ખરીદતા પહેલા તેમાં જોઇ લેવુ જોઇએ કે તેમાં કેટલા યુ એસ બી પોર્ટ છે. ઘણી પાવરબેંકમાં એક જ યુ એસ બી પોર્ટ આવેલા હોય છે. બે પોર્ટ વાળી પાવરબેંકથી તમે એક સાથે બે મોબાઇલ ચાર્જ કરી શકો છો.
- પાવરબેંક ખરીદતા પહેલા તેની કંપની જોઇ લેવી જોઇએ. સારી બ્રાંડની જ પાવરબેંક ખરીદવી જોઇએ, જેથી તે લાંબા સમય સુધી ચાલે.
- પાવરબેંકમાં લિથિયમ આયન બેટરી હોય છે. માટે પાવરબેંક ખરીદતા સમયે બેટરી કઇ છે તે જોઇ લેવું સારુ.
- નાની સાઇઝની પાવરબેંક ખરીદવી જોઇએ કારણકે તમે ક્યાંય પણ જાવ ત્યારે તેને કેરી કરવી ઇઝી બને.
હવે જો તમે પણ પાવર બેંક ખરીદવાનું વિચારી રહ્યાં હોવ તો આ બાબતને ધ્યાનમાં રાખવી જરૂરી છે.