અમેરિકામાં ફરી એકવાર ફાયરિંગની ઘટના

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમેરિકામાં ફરી એકવાર ફાયરિંગની ઘટના સામે આવી છે. અહીંના ડાઉનટાઉન સેન્ટ લુઈસમાં ગોળીબારીની ઘટનામાં એક કિશોરનું મોત થયું હતું અને ૯ લોકો ઘાયલ થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના દરમિયાન એક બિલ્ડિંગની અંદર પાર્ટીનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. મેયર તિશૌરા જોન્સના જણાવ્યા અનુસાર ગોળીબારમાં ૧૭ વર્ષના છોકરાનું મોત થયું હતું.

 પોલીસ ચીફ રોબર્ટ ટ્રેસીએ રવિવારે કહ્યું કે આ ઘટનામાં ૧૭ વર્ષીય શંકાસ્પદ કસ્ટડીમાં છે. જોન્સે કહ્યું કે આ ફાધર્સ ડે પર સેન્ટ લુઈસ વિસ્તારમાં ગોળીબાર થયો અને આ વિસ્તારમાં રહેતા પરિવારોની ઉંઘ ઉડી ગઈ. આ દરેક માતાપિતા માટે સૌથી ખરાબ સ્વપ્ન છે. મેયર તિશૌરા જોન્સે કહ્યું કે મારું હૃદય આજે દુઃખમાં તમામ પરિવારોની સાથે છે. આ પાર્ટીમાં સામેલ તમામ લોકો હિંસાના શારીરીક અને માનસિક દર્દને પોતાની સાથે લઈ જશે. આ દરમિયાન ઘાયલ પીડિતોની ઉંમર ૧૫થી ૧૯ વર્ષની વચ્ચે છે. તેમણે કહ્યું કે ફાયરિંગ દરમિયાન એક મહિલાને ઘટનાસ્થળેથી ભાગતી વખતે કરોડરજ્જુમાં ગંભીર ઈજા થઈ હતી. તમને જણાવી દઈએ અમેરિકામાં અવારનવાર ફાયરિંગની ઘટના બનતી રહે છે. આ પહેલા ૧૦ એપ્રિલે કેંટુકીમાં ફાયરિંગની ઘટના બની હતી, જેમાં ૫ લોકોના મોત થયા હતા. અમેરિકાના લુઇસવિલેમાં ફાયરિંગની ઘટના થઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે આ ગોળીબાર ડાઉનટાઉન લુઇસવિલેમાં એક બેંક બિલ્ડિંગમાં થયો હતો, જેમાં પાંચ લોકો માર્યા ગયા હતા અને અન્ય આઠ ઘાયલ થયા હતા.

મીડિયા રિપોર્ટ અનુસાર હુમલા બાદ તરત જ હુમલાખોર માર્યો ગયો હતો. પોલીસે જણાવ્યું કે ફાયરિંગમાં ઓછામાં ઓછા બે પોલીસ અધિકારીઓ સહિત આઠ લોકો ઘાયલ થયા હતા. હોસ્પિટલમાં દાખલ એક અધિકારી સહિત બેની હાલત ગંભીર હતી. લુઈસવિલે મેટ્રો પોલીસ વિભાગના ડેપ્યુટી ચીફ પોલ હમ્ફ્રેએ પત્રકારોને જણાવ્યું હતું કે પોલીસ તપાસ કરી રહી છે કે શું શૂટરે પોતાને ગોળી મારી હતી કે પોલીસની ગોળીબારથી તેનું મૃત્યુ થયું હતું.

Share This Article