મુન્નાભાઇ-૩નુ શુટિંગ આ વર્ષે શરૂ કરવા માટે તૈયારી

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

બોલિવુડની સૌથી વધારે પસંદ કરવામાં આવેલી ફ્રેન્ચાઇઝ મુન્નાભાઇ સિરિઝની નવી ફિલ્મનનુ શુટિંગ હવે શરૂ થવા જઇ રહ્યુ છે. મુન્નાભાઇ-૩ ફિલ્મને લઇને ચાહકો છેલ્લા કેટલાક સમયથી રાહ જોઇ રહ્યા હતા. હવે તેમની અટકળોનો અંત આવ્યો છે. હવે શુટિંગ શરૂ કરાશે. અભિનેતા અરશદ વારસીએ પોતે આ અંગેની  જાહેરાત કરતા અટકળોનો અંત આવ્યો છે. ગયા વર્ષે ફિલ્મના નિર્દેશક રાજકુમાર હિરાનીએ કહ્યુ હતુ કે ફિલ્મની પટકથા તૈયાર કરી લેવામાં આવી છે.

જો કે આ ફિલ્મ પહેલા સંજય દત્તની બાયોપિક ફિલ્મ બનાવવામાં આવી હતી. હવે મુન્નાભાઇ સિરિઝની ત્રીજી ફિલ્મ શરૂ થઇ રહી છે. ફિલ્મમાં સર્કિટની ભૂમિકા અરશદ વારસી અદા કરનાર છે.

સંજય દત્ત હાલમાં કેટલાક પ્રોજેક્ટને લઇને વ્યસ્ત છે. તે સૌથી વધારે ફિલ્મ ધરાવે છે. મુન્નાભાઇ-૩ ફિલ્મને લઇને પણ સંજય દત્ત ભારે આશાવાદી થયેલો છે. મુન્નાભાઇ સિરિઝની ફિલ્મો ચાહકોમાં ભારે રોમાંચ જગાવી ચુકી છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ પણ સર્જી દીધા હતા.

Share This Article