અમેરિકામાં ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટનની સાન્ટા ફે હાઇસ્કૂલમાં એક બંદૂકધારીએ આડેધડ ગોળીબાર કરી ૧૦ના મોત નિપજાવ્યા હતા. પોલીસે હુમલાખોરની ધરપકડ કરી હતી. હુમલામાં કેટલાક વિદ્યાર્થીઓ પણ ઘાયલ થયા હતા. મૃતકોમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ હતા.
અમેરિકામાં છેલ્લા સાત દિવસમાં શાળામાં ગોળીબાર થવાની આ ત્રીજી ઘટના છે અને ચાલુ વર્ષની ૨૨મી ઘટના છે. હ્યુસ્ટન હાઇસ્કૂલમાં ગોળીબાર થયો ત્યારે ૧૪ વર્ષીય વિદ્યાર્થિનીએ આર્કૃમ નજીક પાયરિંગ પાંચ અવાજ સાંભળ્યા હતા. અવાજ સાંભળીને તેઓ ગભરાઈને થિયેટરના સ્ટોરેજ રૃમ તરફ ભાગ્યા હતા અને સંતાઈ ગયા હતા. પોલીસ તંત્રની ટીમે તેમને સલામત બહાર કાઢ્યા હતા. હુમલાાં ઘાયલ થયેલા બે ટેક્સાસ મેડિકલ બ્રાન્ચની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા તેમની સ્થિતિ અંગે સ્પષ્ટતા કરાઈ નથી.
સ્થાનિક કાઉન્ટી શેરીફે જણાવ્યું હતું કે, મૃતકોમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ હતા. ધરપકડ કરાયેલા બ પૈકી એક શૂટર હોવાનું મનાય છે તેઓ પણ હાઇસ્કૂલના વિદ્યાર્થી છે. ઘટના બાદ શાળાની તપાસ કરાઈ હતી. અન્ય વિસ્ફોટકો કે શંકાશીલ સામગ્રી મળી નથી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરીને આ હુમલા અંગે દુ:ખ અને ચિંતા વ્યક્ત કર્યા હતા અને મૃતકોનાસગાને સાંત્વના પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ અગાઉ ગનકન્ટ્રોલ કરવાને બદલે શિક્ષકોને પણ ગનથી સજ્જ કરવા વિચારણા કરી હતી.