લ્યો બોલો! પંજાબમાં વાયુસેનાનો રન-વે નામે ચડાવીને વેંચી માર્યો, કેસ જાણીને હાઈકોર્ટ પણ ચોંકી ગઈ

Rudra
By Rudra 2 Min Read

પહલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે, ત્યારે બીજી બાજુ પંજાબમાં એરફોર્સનો રન-વેને વેંચી માર્યો હોવાની વિચિત્ર ઘટના સામે આવી છે. સ્ટ્રેટેજીક મહત્વ ધરાવતા આ રન વેનો ઉપયોગ ભારતીય સેનાએ 1962, 1965 અને 1971ના યુદ્ધમાં કર્યો હતો. 15 એકર પર બનેલો આ રન વે ફિરોજપુરના ફત્તૂવાલા ગામમાં છે. આરોપીઓએ જમીનના રેકોર્ડમાં હેરફેર કરી તેને વેંચી નાખ્યો. આ મામલો પંજાબ એન્ડ હરિયાણા હાઇકોર્ટમાં પહોંચ્યો છે. જેના વિશે જાણીને જજ પણ ચોંકી ગયા. હાઇકોર્ટે કહ્યું કે, પંજાબ વિજિલેન્સ બ્યૂરોના મુખ્ય નિર્દેશક આ મામલે તપાસ કરે અને જરૂર પડે તો કાર્યવાહી કરે. નોંધનીય છે કે, ફિરોજપુરની હદ પાકિસ્તાનને અડીને આવેલી છે અને તે ખૂબ જ સંવેદનશીલ જિલ્લો છે.

અરજીમાં કેસની સીબીઆઈ કે અન્ય સ્વતંત્ર એજન્સી દ્વારા તપાસની માંગ કરવામાં આવી હતી. અરજીમાં કહેવાયું હતુ કે, ફતૂવાલા ગામની જમીનનું સંપાદન વર્ષ 1937-38માં થયું હતુ અને અત્યાર સુધી ભારતીય સેનાના નિયંત્રણમાં હતી. આ જમીન 1997માં રાજસ્વ રેકોર્ડમાં હેરાફેરી કરીને વેંચી દેવામાં આવી. આ જમીનના અસલી માલિક મદન મોહન લાલનું વર્ષ 1991માં મોત થઈ ગયું હતુ, પરંતુ વર્ષો બાદ 2009-10ના રાજસ્વ રેકોર્ડમાં તેને કેટલાક લોકોના નામે બતાવી દેવામાં આવી, જો કે ભારતીય સેનાએ ક્યારે પણ આ જમીનનો કબ્જો કોઈ અન્ય દેશને સોંપ્યો નહોતો.

જસ્ટિસ હરપ્રીત બરારની પીઠે ફિરોજપુરના ડેપ્યૂટી કમિશ્નરની નિષ્ક્રિયતા પર આકરી ટિપ્પણી કરતી. તેણે કહ્યું કે, દેશની રક્ષા સંબંધિત જમીનના કેસમાં ફિરોજપુરના ડેપ્યૂટીની ઢીલી નીતિ નવાઈ પમાડે છે. આ દુર્ભાગ્યુપૂર્ણ છે કે, દેશની સંપ્રભુતાની રક્ષામાં તહેનાત સેનાને રાજ્યપાલ સુધી જવું પડ્યું. કોર્ટ 21 ડિસેમ્બર 2023ના રોજ આદેશ આપી ચૂકી હતી કે, છ અઠવાડિયાની તપાસ કરવામાં આવે, પરંતુ કોઈ કડક કાર્યવાહી થઈ નહીં. હાઈકોર્ટે હવે પંજાબ વિજિલેન્સ ચીફને કેસની તપાસ સોંપી છે. કેસની આગામી સુનાવણી 3 જુલાઈએ થશે.

Share This Article