પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકને આ દિવસોમાં તેના દેશ પાકિસ્તાન અને ભારતથી પણ ઘણી નફરત મળી રહી છે. શોએબ મલિકે અચાનક જ સના જાવેદ સાથેના લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા. ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાથી છૂટાછેડાને લઈને શોએબ મલિકને ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. શોએબ પર સાનિયાને છેતરવાનો અને એક્સ્ટ્રા મેરિટલ અફેરનો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે. જેનો શોએબે હજુ સુધી કોઈ સીધો જવાબ આપ્યો નથી. જાેકે, હવે તાજેતરમાં શોએબ એક પોડકાસ્ટ માટે જાેવા મળ્યો છે. ત્યારે પહેલી વાર તેણે આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. તમને જણાવી દઈએ કે બે દિવસ અગાઉ પોસ્ટ થયેલા પાકિસ્તાની પોડકાસ્ટમાં શોએબ મલિક જાેવા મળ્યો હતો. જ્યાં તેના ત્રીજા લગ્ન પર બોલતા તે સીધી ટ્રોલર્સને નિશાન બનાવી રહ્યો હોય તેમ જાેવા મળી રહ્યુ છે. સાનિયા મિર્ઝા સાથે છૂટાછેડા અને સના જાવેદ સાથેના લગ્ન બાદ હવે શોએબ મલેકનું આ નિવેદન ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. શોએબ મલિક આ પોડકાસ્ટ પહેલા તેની જર્નીની વાત કરે છે ત્યાર બાદ તેના ત્રીજા લગ્ન પર સવાલ ઉઠતા તે સીધે સીધા લોકો તરફ નિશાન સાંધી રહ્યો છે. હાલમાં જ એક પોડકાસ્ટ દરમિયાન શોએબ મલિકે કહ્યું હતું કે, ‘વ્યક્તિએ જે કરવું જાેઈએ તે કરવું જાેઈએ જે તેનું દિલ કહે, લોકો શું કહેશે તે વિશે વિચારવું જાેઈએ નહીં. કારણ કે તમે કંઈ ન કરો તો પણ લોકો કંઈક કહેશે. જાે તમને ૧૦ વર્ષે તે ખબર પડે તો ૧૦ વર્ષે કરો અને ૨૦ વર્ષે ખબર પડે તો ૨૦ વર્ષે કરો. જાે ઘણા વર્ષો પછી પણ સમજાય તો કરજાે. એ ન વિચારો કે લોકો શું કહેશે.’ સોશિયલ મીડિયા પર લોકોનું માનવું છે કે શોએબનું આ નિવેદન ટ્રોલર્સને સીધો નિશાન બનાવી રહ્યું છે તેમજ તે તેના ત્રીજા લગ્ન પર આ અંગે ખુલીને વાત કરવા માંગતો ન હોય તેમ પણ જણાય રહ્યું છે. તમને જણાવી દઈએ તો શોએબ મલિકનું શના જાવેદ સાથે છેલ્લા ૩ વર્ષથી અફેર ચાલી રહ્યું હતુ અને બન્ને રિલેશનશિપમાં હતા. આથી તે સાનિયા મલેકને તે છેલ્લા ૩ વર્ષથી છેતરી રહ્યો હતો અને આ જ કારણે સાનિયાએ શોએબથી અલગ થવાનો ર્નિણય લીધો અને તે બાદ શોએબે શના જાવેદ સાથે ત્રીજા લગ્ન કર્યા
ગુજરાતનું ગૌરવ : સૌથી નાની ઉંમરે ISF ગેમ્સમાં ભાગ લેનાર અનિકા તોદી પહેલી ભારતીય વિદ્યાર્થિની બની
અમદાવાદઃ ભારત અને અમદાવાદ માટે ગર્વની ક્ષણ છે, અમદાવાદની રિવરસાઇડ સ્કૂલમાં અભ્યાસ કરતી 15 વર્ષની વિદ્યાર્થિની અનિકા તોદી બહેરીનમાં યોજાનાર...
Read more