ભગવાન શિવને સમર્પિત સૌથી મોટા તહેવાર મહાશિવરાત્રની ઉજવણી ચોથી માર્ચના દિવસે દેશભરમાં કરવામાં આવનાર છે. આની સાથે જ દુનિયામાં જ્યાં પણ શિવભક્તો રહે છે ત્યાં શિવના જયકારોની ગુંજ ચારેબાજુ સાંભળવા મળનાર છે. અમે અહીં આજે ભગવાન શિવને સમર્પિત પાંચ વિશ્વપ્રસિદ્ધ મંદિરોન વાત કરવા જઇ રહ્યા છીએ.જા શિવરાત્રીના પ્રસંગે કોઇ એક મંદિરમાં તમે દર્શન કરી રહ્યા છો તો પણ પોતાને ધન્ય અનુભવ કરી શકો છો. દહેરાદુનના ટપકેશ્વર મહાદેવ મંદિરની વા અમે સૌથી પહેલા કરવા જઇ રહ્યા છીએ. આ મંદિર ઉત્તરાખંડના પાટનગર દહેરાદુનથી સાત કિલોમીટરના અંતરે સ્થિત છે. આ મંદિર પૌરાણિક કાળમાં નિર્માણ પામ્યુ હતુ. સાથે સાથે મહાભારત કાળના મહાન યોદ્ધા અશ્વત્થામા સાથે પણ તેના સંબંધ રહેલા છે.
પ્રાચીન કથામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ એ સ્થાન છે જ્યાં દેવતાઓએ ભગવાન શિવની તપસ્યા કરી હતી. સાથે સાથે તેમના દેવેશ્વર સ્વરૂપના દર્શન કર્યા હતા. સાથે સાથે મહાભારત કાળ દરમિયાન અશ્વત્થામાએ અહીં ભગવાન શિવની તપસ્યા કરી હતી. તેમની તપસ્યાથી ખુશ થઇને ભગવાન શિવએ ગુફાની છત પરથી દુધનો વરસાદ કર્યો હતો. આ દુધનો પ્રવાહ ગુફાની અંદર સ્થિત શિવલિંગ પર પડવા લાગ્યો હતો. કલિયુગની શરૂઆતમાં દુધનો આ પ્રવાહ જળમાં ફેરવાઇ ગયો છે. જે આજે પણ પ્રવાહિત છે. આવી જ રીતે ઉત્તરાખંડના ગઢવાલ ક્ષેત્ર સ્થિત નીલકંઠ મહાદેવ મંદિર પણ ખુબ લોકપ્રિય છે. આ મંદિર વૈદિક કાળથી શિવની ધરતી ગણવામાં આવતા રિશિકેશની ધરતી પર આવે છે. આ મંદિરનુ પૌરાણિક મહત્વ રહેલુ છે.
આ એજ મંદિર છે. જ્યાં ભગવના શિવે દરિયાઇ મંથન દરમિયાન નિકેળા તમામ વિષને ધારણ કરી આરામ કરવાનો નિર્ણય કર્યો હતો. ખતરનાક ઝેર પેટમાં ન જાય તે માટે ભગવાન શિવે ઝેર ગળામાં રોકી લેવાનો નિર્ણય કર્યો હતો. જેના કારણે ભગવાન શિવનુ ગળુ લીલુ થઇ ગયુ હતુ. આ જ કારણસર ભગવાન શિવને શ્રદ્ધાળુઓ નીલકંઠ પણ કહે છે. આવી જ રીતે અન્ય ભગવાન શિવનુ મંદિર બાબા ભુતનાથ પણ ખાસ મહત્વ ધરાવે છે. ભુતનાથ મંદિર હિમાચલ પ્રદેશના મંડી શહેરમાં સ્થિત છે. આ મંદિરની સ્થાપનાની વાર્તા ખુબ જુની છે. એમ કહેવામાં આવે છે કે ૧૫મી શતાબ્દીમાં રાજા અજબનેરને સુચના મળી હતી કે શહેરમાં એક સ્થાન પર જઇને જ્યારે ગાય ઉભી રહે છે ત્યારે સીધી રીત દુધની ધારા શરૂ થઇ જાય છે. આના પર જ્યારે રાજાએ માહિતી એકત્રિત કરી અને છેલ્લે ખોદકામ કરાવ્યુ ત્યારકે જમીનની નીચે એક શિવલિંગનિકળ્યુ હતુ.
આ શિવલિંગની મહિમાના કારણે જ ગાય અહીં દુધની ધારા વહેવડાવે છે. એ વખતે રાજાએ આ સ્થાન પર શિખારા શેલીમાં મંદિરનુ નિર્માણ કરાવ્યુ હતુ. આવી જ રીતે હિમાચલ પ્રદેશમાં સ્થિત કાંગડા મંદિર પણ ખાસ મહત્વ ધરાવે છે. આ મંદિર એક પહાડી પર સ્થિત છે. જે પાલમપુર ક્ષેત્રમાં આવે છે. આ મંદિરનુ નિર્માણ ૧૩મી શતાબ્દીમાં કરવામાં આવ્યુ હતુ. અલબત્ત આ મંદિર અને અહીં સ્થિત શિવલિંગની સ્થાપના ત્રેતાયુગમાં કરવામાં આવી હતી. પૌરાણિક કથા અનુસાર રાવણે શિવજીની પ્રાર્થના કરી હતી કે તેઓ શિવલિંગના રૂપમાં તેમને લંકા લઇ જવા માટે ઇચ્છુક છે. આના પર ભગવાન શિવે કહ્યુ હતુ કે આ શિવલિંગને નીચે મુકવાનુ કામ કરશો નહીં. રાવણ જ્યારે કૈલાશથી શિવલિંગને લઇને ચાલ્યા ત્યારે તેમને લઘુશંકા લાગી હતી. જેથી રાવણે શિવલિંગ એક સાધુને સોંપીને ગયા હતા. આ સાધુ કોઇ અન્ય નહીં બલ્કે નારદ હતા. નારદે આ શિવલિંગે જમીન પર મુકી દીધુ હતુ. જ્યારે રાવણે ત્યાંથી શિવલિંગને ઉપાડવાના પ્રયાસ કર્યા ત્યારે સફળતા મળી ન હતી. ત્યારથી આ શિવલિંગ અહીં સ્થિત છે. આવી જ રીતે વારાણસીઅને હરિદ્ધારમાં પણ શિવ મંદિર છે. વારાણસી અને હરિદ્ધારને શિવનગરી તરીકે ગણવામાં આવે છે. અલબત્ત શિવ શંભુ તો ધરતીના દરેક કણમાં છે. પરંતુ શિવની મહિમાના દર્શન કરવા માટે અહીં લાખોની સંખ્યામાં લોકો પહોચે છે. વારાણસીના તિલભાંડેશ્વર મંદિરની મહિમાં ખાસ રહેલી છે. સ્વંયભુ મંદિર છે.
આ વિશ્વ પ્રસિદ્ધ મંદિરને મોગલ શાસન કાળ દરમિયાન અનેક વખત ખંડિત કરવામાં આવ્યુ હોવા છતાં દરેક વખથ મૌગલને હારીને જવાની ફરજ પડી હતી. ધાર્મિક આસ્થા છે કે આ મંદિર દર વર્ષે એક તળના કદમાં વધી જાય છે. જેથી તેને તિલભાંડેશ્વર મહાદેવ મંદિર નામથી કહેવામાં આવે છે.