જેની ઉત્સુકતાપૂર્વક રાહ જાવામાં આવી રહી હતી તે મધ્યપ્રદેશમાં હાઇવોલ્ટેજ અને હાઇપ્રોફાઇલ મતદાન માટેનો તખ્તો હવે ગોઠવાઇ ગયો છે. બુધવારના દિવસે મધ્યપ્રદેશમાં એક જ તબક્કામાં મતદાન થશે. મધ્યપ્રદેશની ચૂંટણીમાં હવે મતદાન પર તમામની નજર છે. છત્તિસગઢમાં આ પહેલા ચૂંટણીના બંને તબક્કામાં રેકોર્ડ મતદાન થયા બાદ ચૂંટણી પંચ અહીં પણ ઉંચા મતદાનની ખાતરી કરવા માટે તૈયાર છે. મધ્યપ્રદેશમાં ચૂંટણીની સાથે સાથે નીચે મુજબ છે
¨ મધ્યપ્રદેશમાં આવતીકાલે એક જ તબક્કામાં મતદાન થશે
¨ મધ્યપ્રદેશમાં ૨૩૦ વિધાનસભા સીટ માટે કુલ ૨૮૯૯ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે
¨ ૫.૦૪ કરોડ મતદાનો ઉમેદારોના ભાવિનો ફેંસલો કરવા માટે ઉત્સુક બન્યા છે
¨ શાંતિપૂર્ણ મતદાનની ખાતરી કરવા માટે અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી
¨ કુલ ૬૫હજાર ૩૪૧ મતદાન કેન્દ્ર સ્થાપિત કરવામાં આવી ચુક્યા છે
¨ મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચોહાણની સામે પૂર્વ પ્રધાન અરૂણ યાદવ ચૂંટણી મેદાનમાં છે
¨ તમામ જગ્યાએ ઇવીએમ મશીનથી મતદાન કરવામાં આવનાર છે
¨ મધ્યપ્રદેશમાં ભાજપે સૌથી વધારે ૨૩૦ ઉમેદવારોને અને કોંગ્રેસે ૨૨૯ ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારી દીધા છે
¨ ભાજપ અને કોંગ્રેસ સિવાય બસપ દ્વારા ૨૨૭ ઉમેદવારોને મેદાનમાં ઉતારી દેવામાં આવ્યા
¨ તમામ મતદાન મથકો પર સીસીટીવી અને ડ્રોન કેમેરાથી નજર રખાશે
¨ કોંગ્રેસ અને ભાજપની પ્રતિષ્ઠા દાવ પર લાગી ગઇ છે
¨ કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીએ ઝંઝાવતી પ્રચાર કરીને સ્થિતિ પોતાની તરફેણમાં કરવાના તમામ પ્રયાસો કર્યા હતા જ્યારે ભાજપ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રચારમાં ભાગ લઇને સ્થિતી પોતાની તરફેણમાં કરવા માટે પ્રયાસ કર્યા હતા