વિષયવસ્તુઓની પોતાની વિવિધતાપૂર્ણ હરોળમાં તાજગીપૂર્ણ, ઝળહળતી અને યુવાન કહાણીનો ઉમેરો કરતાં કલર્સ ‘ઇન્ટરનેટ,4G લવ‘ ટૂંક સમયમાં લોન્ચ કરશે. આ શો ઊંચી ધારણાઓ, શો ગમી જાય તેવા વર્ણન અને યૌવનપૂર્ણ કાસ્ટ સાથે નવા જમાનાના રોમાંસની ખાતરી છે.
આકર્ષક શિવિન નારંગ અને બબલી તનિષા શર્માને મુખ્ય નાયક-નાયિક જય અને આધ્યા તરીકે ઉતારવામાં આવેલ છે. જય અને આધ્યા એક બીજાથી એકદમ વિપરીત છે. જય પોતાનું જીવન સોશ્યલ મીડિયા પર જીવે છે અને એક ખુલી કિતાબ, પ્રકરણ અને કવિતા છે. આથી વિપરીત આધ્યા ઇન્ટરનેટથી વેગળી છે અને સોશ્યલ મીડિયા પરનું પોતાનું ઇન્ટરેકશન સીમિત રાખે છે. આ રમૂજી અને રમતિયાળ કહાણી તેઓની વાર્તા ગૂંથે છે અને જયારે તેઓના માર્ગ સામ-સામે આવે છે તો શું થાય છે.
જયારે શો અંગે પૂછવામાં આવ્યું તો શિવિન નારંગે એમ કહેતા ટિપ્પણી કરી, “હું યુવાન અને મોજિલા આરજેની ભૂમિકા ભજવીશ જેનું વ્યક્તિત્વ આકર્ષક છે. તે સોશ્યલ મીડિયા માટે જીવે, ખાય અને શ્વાસ લે છે અને છોકરીઓમાં ઓનલઇન અને ઓફલાઇન બન્ને પર લોકપ્રિય છે. ભારતની નંબર ૧ મનોરંજન ચેનલ પર આ અનોખા વિષયવસ્તુ બાબતે હું ખૂબ જ રોમાંચિત છું અને આ મુસાફરીની શરૂઆત બાબતે આતુર છું”
શિવિન સાથે જોડાનાર હશે સોહામણી તનિષા શર્મા જે નાયિકા, આધ્યાની ભૂમિકામાં હશે. જયારે તેણી ભજવી રહેલ છે તે પાત્ર અંગે પુછવામાં આવ્યું તનિષાએ કહ્યું, “આધ્યા એક સરળ અને સ્વતંત્ર છોકરી છે જે પોતાના ગૌરવને સર્વોપરી માને છે. તેણી શિષ્તબદ્ઘ છે અને એક ફિકસ્ડ રુટિનને અનુસરવાનું પસંદ કરે છે. તેણી આજના જમાનાની પાડોશની કોઇક છોકરી જેવી છે જે મને લાગે છે કે દર્શકો સાથે સુસંગત હશે અને હું આ ભૂમિકાને સફળ બનાવવા બનતું તમામ કરી છુટીશ. આ પ્રોજેકટ બાબતે હું સાચે જ રોમાંચિત છું અને આ અદ્દભુત તક માટે કલર્સનો આભાર માનીશ.”