શિવાલિક ગ્રૂપે શિવાલિક ઇન્સ્ટિટ્યૂટ ઑફ રિયલ એસ્ટેટનો પ્રારંભ કર્યો

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

CREDAI અમદાવાદ ગાહેડ સાથે સંલગ્ન આ સંસ્થા લર્નિંગ આધારિત શિક્ષણ આપશે તેમજ રિયલ એસ્ટેટ ક્ષેત્રે કૌશલ્ય તાલીમ પૂરી પાડશે

SIRE દ્વારા શરૂઆત કરવામાં અભ્યાસક્રમો રિયલ એસ્ટેટ ક્ષેત્રનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન અને સમજ પ્રદાન કરશે અને ભવિષ્યના લીડર્સનું નિર્માણ કરશે

અમદાવાદઃ અમદાવાદમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રના અગ્રણી ગ્રૂપ શિવાલિક દ્વારા રિયલ એસ્ટેટના ક્ષેત્રમાં અનુભવલક્ષી આધારિત શિક્ષણ અને આ ક્ષેત્રમાં કૌશલ્ય તાલીમ આપવાના ઉદ્દેશથી શિવાલિક ઇન્સ્ટિટ્યૂટ ઑફ રિયલ એસ્ટેટ (SIRE)નો પ્રારંભ કર્યો છે.

આ સંસ્થા CREDAI અમદાવાદ ગાહેડ સાથે ૧૨૦૦થી વધુ સભ્યો સાથે શહેરના રિયલ એસ્ટેટ ડેવલપર્સની ટોચની સંસ્થા સાથે જોડાયેલી છે. સાથો સાથ આ સંસ્થા ક્રેડાઇ સાથે મળીને એ પણ સુનિશ્ચિત કરશે કે તેનો અભ્યાસક્રમ અદ્યતન તેમજ રિયલ એસ્ટેટ ક્ષેત્રની જરૂરિયાતોને અનુરૂપ છે કે નહી. રિયલ એસ્ટેટ એક મોટું ક્ષેત્ર છે અને તેને સમજવામાં ઘણા વર્ષો લાગે છે.  શિવાલિક ઇન્સ્ટિટ્યૂટ ઑફ રિયલ એસ્ટેટ સંકલિત રિયલ એસ્ટેટ પ્રોગ્રામ્સ ઓફર કરશે જે વ્યાવસાયિકોને આ ક્ષેત્રમાં સફળ થવા માટે જરૂરી જ્ઞાન, કૌશલ્યો અને મૂલ્યોથી સજ્જ કરશે.

આ અંગે શિવાલિક ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર ચિત્રક શાહે કહ્યું કે, એક ક્ષેત્ર તરીકે રિયલ એસ્ટેટની ઊંડાણપૂર્વકની સમજ સાથે સંસ્થા કોર્સમાં ભાગ લેનારાઓને સમયની જરૂરિયાત એવા અદ્યતન જ્ઞાન અને કૌશલ્યોની તાલીમ આપવામાં આવશે. આ જ્ઞાન અને કૌશલ્ય તેમને આવતીકાલના લીડર બનવામાં મદદરૂપ બનશે. શિવાલિક ઇન્સ્ટિટ્યૂટ ઑફ રિયલ એસ્ટેટની સ્થાપના સમકાલીન અને ભવિષ્યવાદી અભ્યાસક્રમો દ્વારા ઉચ્ચ પ્રભાવિત અનુભવલક્ષી શિક્ષણ આધારિત શિક્ષણ અને તાલીમ આપવાના વિઝન સાથે કરવામાં આવી છે.

તેમણે વધુમાં કહ્યું કે, શિવાલિક ઇન્સ્ટિટ્યૂટ ઑફ રિયલ એસ્ટેટમાં અમારું વિઝન કુશળ અને પ્રખર વ્યાવસાયિકોની નવી પેઢીનું સર્જન કરીને રિયલ એસ્ટેટ સેક્ટરમાં પરિવર્તન લાવવાનું છે. અમારું માનવું છે કે આ ક્ષેત્રનું ભાવિ એવા કર્મચારીઓ દ્વારા સંચાલિત છે જે જાણકાર, નવીન અને ગ્રાહકો અને હિતધારકોને અસાધારણ મૂલ્ય પહોંચાડવા માટે સમર્પિત છે, જે આ પહેલ દ્વારા હાંસલ કરવાનો અમારો હેતુ છે.

શિવાલિક ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર તરલ શાહે કહ્યું કે અમે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશમાં રિયલ એસ્ટેટ શિક્ષણના ક્ષેત્રમાં પરિવર્તન લાવવા માટે પ્રતિબદ્ધ છીએ. CREDAI અમદાવાદ ગાહેડ રિયલ એસ્ટેટ ક્ષેત્રના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. કુશળ અને જાણકાર માનવબળ એ કોઈપણ ક્ષેત્રની સફળતાની ચાવી છે.  રિયલ એસ્ટેટ એ એક મહત્વપૂર્ણ ક્ષેત્ર છે અને કૃષિ પછી બીજા નંબરનું સૌથી વધુ રોજગાર જનરેટર છે.

કૌશલ્ય વિકાસ પહેલની ખૂબ જ જરૂર છે.  મને વિશ્વાસ છે કે શિવાલિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિયલ એસ્ટેટ એવા લોકોના કૌશલ્ય અને જ્ઞાનને વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે જેઓ આ સેક્ટરનો પહેલેથી જ એક ભાગ છે અને નવી પ્રતિભાઓને આ ક્ષેત્રમાં આકર્ષવામાં પણ મદદ કરશે એમ CREDAI અમદાવાદ ગાહેડ ના પ્રમુખ તેજસ જોશીએ જણાવ્યું હતું.

શરૂઆતમાં સંસ્થા રિયલ એસ્ટેટમાં જર્ની ઓફ રિયલ એસ્ટેટ સર્ટિફિકેશન પ્રોગ્રામ ઓફર કરે છે. આ કાર્યક્રમ રિયલ એસ્ટેટ ક્ષેત્રની સમગ્ર મૂલ્ય શૃંખલાને સારી રીતે સંરચિત અભ્યાસક્રમ સાથે આવરી લેવા માટે ત્યાર કરવામાં આવ્યો છે. ઉદ્યોગના નિષ્ણાતો દ્વારા કેસ સ્ટડીઝ, સાઇટ વિઝિટ અને રોલ પ્લે સાથે સંપૂર્ણ ઑફલાઇન મોડમાં શીખવવામાં આવશે અને તેમાં અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર્સ દ્વારા ગેસ્ટ લેક્ચર્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે

૪૨ દિવસના કોર્સમાં રિયલ એસ્ટેટનો પરિચય, આંત્રપ્રિન્યોરશિપ અને પ્રોજેક્ટ વીયાબીલીટી, લેન્ડ, રેવન્યુ અને GDCR નોર્મ્સ, પ્રોજેક્ટ પ્લાનિંગ, રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી, કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટ, ફાઇનાન્સ, ટેક્સ કમ્પ્લાયન્સ અને કેસ ફ્લો, સેલ્સ અને માર્કેટિંગ, લીગલ એન્ડ ડોક્યુમેન્ટેશન, એચઆર કોમ્પ્લિઅન્સ તેમજ પઝેશન અને બી.યુ સહીત ૧૧ મોડ્યુલ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ કોર્સ કન્સલ્ટન્ટ્સ રિયલ એસ્ટેટ સેલ્સ ચેનલ પાર્ટનર્સ, ડેવલોપર્સ, લિઆઈઝન્સ, સિવિલ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ,  આર્ટ્સ એન્ડ કોમર્સ સ્ટુડન્ટ્સ, ડિઝાઇનર્સ, કન્સ્ટ્રક્શન કંપનીના એક્ઝિક્યુટિવ્સ, આર્કિટેક્ટ્સ, એડવોકેટ્સ, CA, અનુભવી રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શન પ્રોફેશનલ્સ અને કોઈપણ કે જેઓ કારકિર્દી બનાવવા માંગે છે તેમના માટે આદર્શ છે.          

Share This Article