સંપર્ક ફોર સમર્થન અભિયાન અંતર્ગત અમિત શાહ શિવસેના અધ્યક્ષ ઉદ્વવ ઠાકરેને તેમના નિવાસસ્થાન માતોશ્રી પર મળવા ગયા હતા. બંને વચ્ચે શું વાત થઇ તે તો બહાર નથી આવ્યું, પરંતુ શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે એક મહત્વની વાત કહી છે. તેમણે કહ્યું હતુ કે, તેઓ જાણે છે અમિત શાહનો એજંડા શું છે, પરંતુ તેમની માંગને અમોએ સ્વીકારી નથી. શિવસેના આગામી ચૂંટણી પણ એકલા જ લડશે. આ સંકલ્પમાં કઇ બદલાવ નહી થાય.
ભાજપના અધ્યક્ષ અમિત શાહ એન.ડી.એના સાથીઓને મનાવવાની કોશિષમાં જોડાયા છે. આ કોશિષ કેટલી સફળ થાય છે તે તો સમય જ બતાવશે. હાલના સમયમાં એવું લાગી રહ્યું છે કે, શિવસેના પોતાનું મન નહી બદલે. શિવસેનાએ નક્કી જ કરી લીધુ છે કે તે પોતાના દમ પર જ ચૂંટણી લડશે.
એન.ડી.એમાં શિવસેના ભાજપની સહયોગી પાર્ટીમાંની એક પાર્ટી રહી છે. 28 મેના રોજ થયેલ પાલઘરની ચૂંટણીમાં બંને પાર્ટીએ અલગ અલગ ચૂંટણી લડી હતી. શિવસેનાએ હાર બાદ તે પણ કહ્યું હતુ કે, ભાજપ એ તેમની સૌથી મોટી રાજનૈતિક દુશ્મન છે.
સામનામાં પણ લખવામાં આવ્યુ હતુ કે, મોદી સરકારના ચાર વર્ષ બાદ જ મિટીંગની જરૂર કેમ પડી રહી છે. ઉદ્વવે એલાન પણ કર્યુ હતુ કે, શિવસેના એકલી જ મેદાનમાં ઉતરશે.