બાર જયોતિર્લિગ ખાતે મહા પૂજામાં ભકત શિવમય થયા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદ :દેવાધિદેવ મહાદેવના દેશભરમાં આવેલા બાર જયોતિર્લિગ ખાતે આજે મહાશિવરાત્રીને લઇ વિશેષ મહાપૂજા અને આરતીના આયોજનો કરવામાં આવ્યા હતા. શા†ોક્ત દ્રષ્ટિએ પણ અનન્ય મહિમા ધરાવતા દેશના આ ૧૨ જયોતિર્લિગ ખાતે પણ લાખો-કરોડો શ્રધ્ધાળુ ભકતોએ ભોળાનાથની ભારે શ્રધ્ધા ભકિતથી પૂજા-અર્ચના કરી હતી અને જાણે શિવમય બન્યા હતા. દેશના બાર સુપ્રસિધ્ધ જયોતિર્લિગમાં ગુજરાતનું સોમનાથ જયોતિર્લિગ, આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદીના કિનારે શ્રીશૈલ પર્વત પર આવેલ શ્રીમલ્લિકાર્જુન જયોતિર્લિગ, મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલ એકમાત્ર દક્ષિણમુખી મહાકાલેશ્વર જયોતિર્લિગ, મધ્યપ્રદેશમાં જ ઇન્દોર પાસેના ઓમકારેશ્વર જયોતિર્લિગ, ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ ખાતેના કેદારનાથ જયોતિર્લિગ, મહારાષ્ટ્રના પૂણે જિલ્લામાં આવેલું ભીમાશંકર જયોતિર્લિગ,  ઉત્તરપ્રદેશના કાશી ખાતેનું વિશ્વનાથ જયોતિર્લિગ, મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં સ્થિત ત્ર્યંબકેશ્વર જયોતિર્લિગ, ઝારખંડના દેવધર જિલ્લામાં આવેલું વૈદ્યનાથ જયોતિર્લિગ, ગુજરાતના દ્વારકા પાસે આવલે નાગેશ્વર જયોતિર્લિગ, તામિલનાડુના રામનાથપુરમમાં આવેલ રામેશ્વર જયોતિર્લિગ અને મહારાષ્ટ્રના દોલતાબાદમાં આવેલ ધૃષ્ણેશ્વર અથવા ધૃષ્મેશ્વર જયોતિર્લિગનો સમાવેશ થાય છે. શિવપુરાણ, સ્કંદપુરાણ સહિતના શાસ્ત્રોમાં આ બાર જયોતિર્લિગનો ઉલ્લેખ જાવા મળે છે. આ ભગવાન શિવ-પાર્વતીના સાક્ષાત પરચા પૂરતા બારેય જયોતિર્લિગ વિશેષ અને અનન્ય મહાત્મ્ય ધરાવતા હોઇ લાખો-કરોડો શ્રધ્ધાળુ ભકતોએ આજે આ તીર્થધામોમાં ભોળાનાથને પ્રસન્ન કરવા ભકિત-ઉપાસના કરી હતી. બારેય જયોતિર્લિગ ખાતે આજે શિવભકતોનું ઘોડાપૂર ઉમટયુ હતું.

 

 

Share This Article