શિલ્પા શેટ્ટી ધ્વજ ફરકાવવા પર થઇ ટ્રોલ, એક્ટ્રેસે ટ્રોલ્સને જડબાતોડ જવાબ આપ્યો

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

૧૫મી ઓગસ્ટે સમગ્ર દેશમાં ૭૭મા સ્વતંત્રતા દિવસની ધૂમ હતી. ટીવી સેલેબ્સથી લઇને બોલિવૂડ સ્ટાર્સે સ્વતંત્રતા દિવસને સ્પેશિયલ રીતે સેલિબ્રેટ કર્યો છે. આ દરમિયાન ઘણા સ્ટાર્સ આઝાદીના સેલિબ્રેશનમાં ડૂબેલા જોવા મળ્યાં. ઘણા સેલેબ્સે સોશિયલ મીડિયા પર સેલિબ્રેશનના ફોટોઝ શેર કર્યા અને તમામ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી. શાહરૂખ ખાનથી લઇને સલમાન ખાન અને શિલ્પા શેટ્ટી કુંદ્રાએ પણ સ્વતંત્રતા દિવસ ઉજવ્યો. પરંતુ સોશિયલ મીડિયા પર શેલ્પા શેટ્ટીની પોસ્ટ આવતાં જ લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. જેના પર એક્ટ્રેસે રિએક્ટ કર્યુ છે. ખરેખર શિલ્પા શેટ્ટીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં શિલ્પા પતિ રાજ કુંદ્રા, પોતાની મા અને દીકરા વિયાન રાજ કુંદ્રા સાથે ધ્વજ ફરકાવતી જોવા મળી રહી છે.

વીડિયોમાં પરિવારના તમામ લોકો રાષ્ટ્રગીત ગાતા પણ જોવા મળી રહ્યાં છે. પરંતુ શિલ્પાને આવું કરવું ભારે પડી ગયું છે. કારણ કે તેણે વીડિયોમાં ધ્વજ ફરકાવતી વખતે જૂતા પહેર્યા હતાં. એક્ટ્રેસને જૂતા પહેરીને તિરંગો ફરકાવવા પર લોકો ખરીખોટી સંભળાવવા લાગ્યા. એક યુઝરે એક્ટ્રેસના વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું કે, જૂતા ઉતાર્યા બાદ ધ્વજ ફરકાવ્યો હોત તો સારુ હોત. અન્ય એક યુઝરે લખ્યું કે, જ્યારે તિરંગાનું સન્માન કરતાં ન આવડે તો નાટક પણ ન કરો. તારાથી દેશને આમ પણ કોઇ આશા નથી. ઇન્સ્ટાગ્રામ પર ટ્રોલ્સની સંખ્યા વધતી જોઇને એક્ટ્રેસે ટ્રોલ્સને જવાબ આપતા કહ્યું કે, મારા દેશ અને ધ્વજ માટે સન્માન મારા દિલથી આવે છે અને સવાલ ઉઠાવવાનો તમને કોઇ અધિકાર નથી. ટ્રોલ્સને ઇગ્નોર કરવાના મૂડમાં ન હતી. તેણે લખ્યું કે, હું ધ્વજ ફરકાવવાના તમામ નિયમો જાણું છું, મારા દેશ અને ધ્વજ માટે સન્માન મારા દિલથી આવે છે. હું એક ગૌરવાન્વિત ભારતીય છું. આજની પોસ્ટ તે ભાવનાને શેર કરવા અને જશ્ન મનાવવા માટે હતી. તે તમામ ટ્રોલર્સ માટે, જેને હું સામાન્ય રીતે ઇગ્નોર કરું છું, હું આ દિવસે તેમને ઇગ્નોર નથી કરી શકતી. તેથી તમારા ફેક્ટ્‌સ ચેક કરો. આ વચ્ચે, શિલ્પા શેટ્ટી ધ્રુવ સરજાની અપકમિંગ ફિલ્મ ‘કેડીઃ ધ ડેવિલ’નો ભાગ બનવા માટે પૂરી રીતે તૈયાર છે. આ ફિલ્મથી શિલ્પાની ૧૮ વર્ષ બાદ કન્નડ સિનેમામાં વાપસી થશે. તેની પાસે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે રોહિત શેટ્ટીનો ઓટીટી શો ‘ઇન્ડિયન પુલિસ ફોર્સ’ પણ છે.

Share This Article