બોલિવુડની ખુબસુરત અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના લગ્નને હવે ૧૦ વર્ષ પૂર્ણ થઇ ગયા છે. આ ખાસ દિવસની ઉજવણી કરવા માટે રાજ અને શિલ્પા હાલમાં જાપાન પહોંચ્યા હતા. જાપાન ના ખુબસુરત સ્થળો પર શિલ્પા શેટ્ટીએ ખુબ મસ્તી કરી હતી. સાથે સાથે પોતાના પતિ સાથે ક્વોલિટી ટાઇમ ગાળ્યો હતો. ત્યારબાદ ત્યાંના કેટલાક ફોટો જારી કર્યા હતા. શિલ્પા શેટ્ટીએ બીચ પર સેક્સી બિકીનીમાં પોતાના ફોટા પોસ્ટ કર્યા હતા. ફોટોમાં શિલ્પા શેટ્ટીએ લખ્યુ છે કે જાપાનના સ્થળો પર સુર્યપ્રકાશની મજા માણવામાં ખુબ આનંદ મળે છે.
તેનુ કહેવુ છે કે તે હમેંશા જ જાપાનમાં રહે તેવી ઇચ્છા રાખે છે. આ ફોટોમાં શેટ્ટીની ખુબસુરત ફિટનેસને સ્પષ્ટપણે જોઇ શકાય છે. લગ્નના આટલા વર્ષોના ગાળા બાદ પણ શિલ્પા શેટ્ટીએ ફિટનેસને કઇરીતે જાળવી રાખી છે તે બાબત ફોટોથી સાબિત થાય છે. તેની સાથે રાજ કુન્દ્રા પણ છે. જ્યાંથી તેઓ દરિયા અને મરીન લાઇફને સરળ રીતે જોઇ શકે છે.
શિલ્પાએ ઇન્સ્ટાગ્રામ પર તેની સાથે જોડાયેલા બે વિડિયો જારી કર્યા છે. જેમાં કેટલીક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેનુ કહેવુ છે કે તે લગ્નની નવમી વર્ષગાંઠની ઉજવણી કરીને ખુશ છે. શિલ્પા શેટ્ટીએ પતિની સાથે રોમેન્ટિક ફોટો પોસ્ટ કર્યા છે. જેમાં પોતાના સંબંધને લઇને શિલ્પાએ વાત કરી છે. તેનુ કહેવુ છે કે તે તેના પતિના સરપ્રાઇઝ તરીકા અને મોટા મનનો મુકાબલો કરવાની સ્થિતિ માં નથી. પરંતુ તે આના માટે ભગવાનનો આભાર માનવા ઇચ્છે છે. શેટ્ટી તેના સેક્સી ફિગરના કારણે હમેંશા ચર્ચામાં રહે છે. તે નિયમિત યોગા પણ કરે છે. જેથી તે વધુ આત્મવિશ્વાસ મેળવે છે. રાજ અને શિલ્પા શેટ્ટી એકબીજા સાથે રોમાન્સ કરતા નજરે પડ્યા હતા.