ભારતીય ટીમના ઓપનિંગ બોલર શીખર ધવને એક એવો રેકોર્ડ બનાવ્યો છે, જેને વિશ્વનો કોઇ ખેલાડી નહી તોડી શકે. બેંગ્લોરમાં રમાનારી અફઘાનિસ્તાન અને ભારત વચ્ચેની ટેસ્ટ મેચમાં શીખર ધવને રેકોર્ડ બનાવી લીધો છે. જેને કોઇ બેટ્સમેન તોડી નહી શકે. અફઘાનિસ્તાન વિરુદ્ધ શીખર ધવને 100 રન બનાવ્યા હતા. સાથે જ બીજો એક રેકોર્ડ બનાવ્યો છે.
આ મેચમાં ભારતે ટોસ જીતીને બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શીખર ધવને અફઘાનિસ્તાનનના બોલર્સની ધોલાઇ કરીને 87 બોલમાં 107 રન બનાવ્યા અને આઉટ થઇ ગયા. શીખર ધવને 18 ચોક્કા અને 3 સિક્સ દ્વારા 107 રન બનાવ્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં શીખર ધવનની આ સાતમી સેંચુરી છે. અફઘાનિસ્તાન વિરુદ્ધ ટેસ્ટ મેટમાં શતક બનાવનાર શીખર ધવન પહેલા ક્રિકેટર બની ગયા છે.
આવનાર સમયમાં ઘણા ખેલાડીઓ અફઘાનિસ્તાન વિરુદ્ધ શતક બનાવશે, પરંતુ પહેલી વાર શતક બનાવ્યાનો રેકોર્ડ હંમેશા શીખર ધવનના નામે જ રહેશે. તેમે વિશ્વનો કોઇ પણ ખેલાડી તોડી નહી શકે.