લિમ્કા બુક ઓફ રેકોર્ડ્ઝ ગર્વભેર તેની ટોચની મહિલા એચિવર્સ અને તેમની અપવાદરૂપ સિદ્ધિઓને રજૂ કરે છે. આ મહિલાઓએ પરંપરગત અપેક્ષાઓને અવગણી છે, સરહદોને વિસ્તત બનાવી છે અને ત્કૃષટતાના નવા ધોરણો સ્થાપિત કર્યા છે. ખાસ કરીને રમતગમત ક્ષેત્રે તેમણે ઇતિહાસ સર્જ્ છે, અન્યો મોટુ સ્વપ્ન જોવા અને અંતરાયો તોડવાની પ્રેરણા આપી છે. લિમ્કા બુક ઓફ રેકોર્ડઝ તેમની અગ્રિમ ભાવનાનું સન્માન કરે છે, તેમજ તેમના નોંધપાત્ર વિજયનું નિરુપણ કરે છે. તેમની વાર્તાઓ આશાઓ અને સશક્તિકરણની દીવાદાંડીની ગરજ સારે છે, જે આપણને એ યાદ અપાવે છે કે જ્યારે જુસ્સાને અનુસરવાની અને વિશ્વમાં તફાવત કરવાની વાત આવે ત્યારે કોઇ સીમા હોતી નથી.
અહીં કેટલીક એવી અસાધારણ મહિલાઓની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી છે જેમના નામ હિંમત, દ્રઢતા અને શ્રેષ્ઠતાની ભાવના સાથે લિમ્કા બુક ઓફ રેકોર્ડ્ઝમાં કાયમ માટે કંડારવામાં આવશે. –
#SheTheDifference: લિમ્કા બુક ઓફ રેકોર્ડ્ઝ 2024માં સમાવિષ્ટ અસાધારણ મહિલા રેકોર્ડ ધારકોની ઉજવણી
અયહીકા મુખર્જી (ડાબે) અને સુતિર્થા મુખર્જી (સ્ત્રોતઃ ઇન્સ્ટાગ્રામ)
- શોટ પુટર કિરણ બાલિયાને એશિયન ગેમ્સ 2022માં ડિસીપ્લીનમાં ભારતનો પ્રથમ મેડલ જીત્યો હતો. ફિલ્ડ ઈવેન્ટમાં તેણીનો બ્રોન્ઝ મેડલ પણ 1951 એશિયન ગેમ્સના ઉદઘાટન પછી ભારતનો પ્રથમ શોટ પુટ મેડલ હતો.
- જ્યોતિ યારાજી 2022 એશિયન ગેમ્સમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય 100 મીટર હર્ડલર બની હતી. રાષ્ટ્રીય રેકોર્ડ ધારકે 12 મિનિટ અને 91 સેકન્ડના સમય સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.
Jyothi Yarraji Source: Instagram
- સીએ ભવાની દેવી 2023માં બ્રોન્ઝ મેડલ જીતીને એશિયન ફેન્સીંગ ચેમ્પિયનશીપમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય ફેન્સર તરીકે ઉભરી આવી હતી. ક્વાર્ટર ફાઇનલમાં, દેવીએ જાપાનના મિસાકી ઈમુરા સામે 15-10નો નોંધપાત્ર સ્કોર સ્થાપિત કરીને ઉઝબેકિસ્તાનની ઝૈનાબ દાયબેકોવા સામે સેમિફાઇનલમાં આગળ વધી હતી.
- ભારતીય મહિલા કબડ્ડી ટીમ ફાઇનલમાં ચાઇનીઝ તાઇપેઇને હરાવીને એશિયન ગેમ્સમાં તેમની ડિસીપ્લીનમાં ત્રણ વખત ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ટીમ બની હતી. આ ટીમે અગાઉ 2010 અને 2014માં મેડલ જીત્યા હતા.
ભારતીય મહિલા કબડ્ડી ટીમ
- સુક્રાતી સક્સેના, રૂપમ દેવેદી, સ્વરાંજલિ સક્સેના અને અપાલા રાજવંશીએ મહિલાઓના જૂથ દ્વારા ફોર-વ્હીલરમાં સૌથી ઝડપી ગોલ્ડન ક્વોડ્રીલેટરલ (GQ) સ્પર્ધા જીતી હતી. તેઓએ 6 દિવસ, 14 કલાક અને 5 મિનિટમાં 6,263 કિમીનું અંતર કાપ્યું હતુ. આ અભિયાન 10 મે, 2023ના રોજ સવારે 1:35 વાગ્યે ઈન્ડિયા ગેટ, નવી દિલ્હીથી શરૂ થયું હતું અને 16 મે, 2023 ના રોજ, સુબ્રતો પાર્ક એર ફોર્સ સ્ટેશન, નવી દિલ્હી ખાતે સાંજે 4:30 વાગ્યે સમાપ્ત થયું હતું.
GQ સ્પર્ધા – ફોર વ્હીલર: ડાબેથી જમણે: અપાલા રાજવંશી, સુક્રાતી સક્સેના, સ્વરાંજલિ સક્સેના અને રૂપમ દેવેદી
સ્ત્રોતઃ લિમ્કા બુક ઓફ રેકોર્ડઝ
“30થી વધુ વર્ષોથી લિમ્કા બુક ઓફ રેકોર્ડઝ જીવનના દરેક તબક્કાના ભારતીયોના ચાતુર્ય, પ્રતિભા અને સિદ્ધિઓની રસપ્રદ તવારીખ રજૂ કરતુ આવ્યુ છે. આ વિજેતાઓમાં મહિલાઓનું નેતૃત્ત્વ રહ્યુ છે, જે અસાધારણ મહત્ત્વાકાંક્ષા અને શ્રેષ્ઠ સમર્પિતતા આધારિત છે, જે શ્રેષ્ઠતાના પ્રબળ ચેમ્પિયન તરીકે ચમકી રહેલી પ્રેરિત અને પ્રેરણાદાયક એમ બંને છે. અમે તમામ મહિલા રેકોર્ડધારકોને અમારા હૃદયપૂર્વક અભિનંદન અને કૃતજ્ઞતા પાઠવીએ છીએ જેમણે સીમાઓને આગળ ધપાવી છે અને સિદ્ધિઓની અસાધારણ શ્રેણી પ્રદર્શિત કરી છે,” એમ લિમ્કા બુક ઓફ રેકોર્ડઝ અને પબ્લિશર હેચેટ ઇન્ડિયાના કન્લસ્ટીંગ સંપાદક વત્સલા કૌલ બેનર્જીએ જણાવ્યું હતુ.
કોકા-કોલા કંપનીના ઇન્ડિયા અને સાઇથ વેસ્ટ એશિયા ઓપરેટિંગ એકમ, હાઇડ્રેશન, સ્પોર્ટ્સ અને ટી કેટેગરીના માર્કેટિંગના સિનીયર ડિરેક્ટર રુચિરા ભટ્ટાચાર્યએ જણાવ્યું હતુ કે, “અણે રેકોર્ડધારક મહિલાઓ કે જેમણે પોતાની જુસ્સા તરફે અડગ પ્રતિબદ્ધતા માટે લિમ્કા બુક ઓફ રેકોર્ડ્ઝમાં ગર્વિષ્ઠ સ્થાન મેળવ્યુ છે તેમને વંદન કરીએ છીએ અને ટોચની સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે દરેક ક્ષેત્રેના વિજેતાઓને હૃદથી અભિનંદન આપીએ છીએ. કેવી રીતે આ મહિલાઓ અવરોધોને તોડવા અને તમામ મહિલાઓ માટે સફળ થવાના માર્ગો બનાવવાના મહત્વ પર ભાર મૂકે છે તેની પુષ્ટિ કરવાની આ તકને મારે ઝડપી જ જોઇએ.”
મહિલા રેકોર્ડધારકો સાથે લિમ્કા તેની મહિલા અગ્રણીઓના અગત્યના યોગદાનની કિંમત કરે છે અને પુષ્ટિ આપે છે – હાઇડ્રેશન, સ્પોર્ટ્સ અને ટી કેટેગરીના માર્કેટિંગના સિનીયર ડિરેક્ટર રુચિરા ભટ્ટાચાર્ય, બ્રાન્ડ લિમ્કાના માર્કેટિંગના સિનીયર મેનેજર અંકિતા જી મહાના અને હેચેટ ઇન્ડિયા ખાતેની લિમ્કા બુક ઓફ રેકોર્ડઝની ટીમે આ આવૃત્તિની રચના કરવામાં તેમની સમર્પિતતા, કુશળતા અને નેતૃત્ત્વ મારફતે અગત્યનો ભાગ ભજવ્યો છે.