શેલ્ટર હોમ રેપ : સુપ્રીમ કોર્ટે હવે ગંભીરતાની લીધેલ નોંધ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

પટણા : બિહારના મુજફ્ફરપુરમાં બાળા ગૃહની બાળકીઓ સાથે રેપના મામલે હવે સુપ્રીમ કોર્ટે પણ ગંભીર નોંધ લીધી છે. ગુરૂવારે આજે સુપ્રીમ કોર્ટે આ મામલાને ગંભીરતાની સાથે લઇને બાળકીઓની સાથે થયેલા અત્યાચારના મામલે કેન્દ્ર સરકાર અને બિહાર સરકારને નોટીસ ફટકારી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે રિપોર્ટિંગ કરી રહેલા મિડિયાને પણ કેટલીક સ્પષ્ટ સલાહ આપી છે. આ સમગ્ર મામલે પટણાની એક વ્યક્તિએ સુપ્રીમ કોર્ટને પત્ર લખીને આ મામલે દરમિયાનગીરી કરવા માટે અપીલ કરી હતી.

સુપ્રીમ કોર્ટે સમગ્ર ઘટનાને આઘાતજનક ગણાવીને ટાટા ઇન્સ્ટીટયુટ ઓફ સોશિયલ સાઇન્સને સમગ્ર રિપોર્ટ રજૂ કરવા માટેનો આદેશ જારી કર્યો છે. મિડિયાને પણ કેટલીક સ્પષ્ટ સલાહ આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યુ છે કે બાળકીઓના ફોટો કોઇ કિંમતે સપાટી પર આવવા જોઇએ નહી.

આ ઉપરાંત કોઇ પણ પિડિતાના ઇન્ટરવ્યુ પણ આવવા જોઇએ નહી. સુપ્રીમ કોર્ટે હૈવાનિયત વાળા આ કાંડમાં એડવોકેટ અપર્ણા ભટ્ટને એમિકસ ક્યુરી તરીકે નિમવા માટેની પણ જાહેરાત કરી છે. સીબીઆઇ દ્વારા સમગ્ર મામલામાં તપાસ કરવામાં આવી રહી છે. માત્ર બિહારમાં જ નહીં બલ્કે દેશમાં શેલ્ટર હોમમાં હૈવાનિયતની ઘટનાઓ સપાટી પર આવ્યા બાદ આને લઇને નારાજગીનુ મોજુ ફરી વળ્યુ છે.

Share This Article