શેલ્બી હોસ્પિટલનો એક્સક્લુઝીવ સ્પોર્ટ્સ મેડિસિન ડિપાર્ટમેન્ટ એથ્લેટ્સને આપશે સ્પેશિયલ કેર
ઇન્ટ્રો – અત્યાધુનિક સુવિધાઓ સાથે અત્યંત કુશળ સર્જનો અને સ્પોર્ટ્સ મેડિસિનના નિષ્ણાતો મળીને એથ્લેટ્સ અને દર્દીઓને વિશ્વ કક્ષાની સારવાર પૂરી પાડશે
અમદાવાદ: ભારતની અગ્રણી મલ્ટી-સ્પેશિયાલિટી હેલ્થકેર પ્રોવાઈડર શેલ્બી હોસ્પિટલ્સે એક એક્સક્લુઝીવ સ્પોર્ટ્સ મેડિસિન વિભાગ શરૂ કર્યો છે. આ વિભાગ, રમત-ગમત સંબંધિત ઇજાઓની સારવાર અને એથ્લેટિક પર્ફોર્મન્સને ઉચ્ચતમ સ્તર સુધી લઇ જવા માટે ખાસ કામ કરે છે. અત્યાધુનિક સુવિધાઓ સાથે રમતવીરો અને તમામ ઉંમરના દર્દીઓને અત્યંત કુશળ ઓર્થોપેડિક સર્જનો, સ્પોર્ટ્સ મેડિસિનના નિષ્ણાતો, ફિઝિયોથેરાપિસ્ટ્સ, સ્પાઇન સર્જન્સ, મનોવૈજ્ઞાનિકો, મનોચિકિત્સકો અને અન્ય જુદા જુદા પ્રોફેશનલ્સની ટીમ અહીં વિશ્વ-સ્તરની હેલ્થ કેર સર્વિસ પૂરી પાડી રહી છે.
લેટેસ્ટ મેડિકલ ટેક્નોલોજીથી સજ્જ, શેલ્બીનો સ્પોર્ટ્સ મેડિસિન વિભાગ ઈજાના એક્યુરેટ ડાયગ્નોસિસથી લઇને અદ્યતન સારવાર એવા વિકલ્પો ધરાવે છે જે પર્સનલાઇઝ્ડ રીહેબિલિટેશન અને ઇન્જરી પ્રિવેશન્સ ગાઇડેન્સ સુધીની સુવિધાઓનો પણ સમાવેશ કરે છે. આ એક્સક્લુઝીવ વિભાગનો અભિગમ દરેક દર્દીની જરૂરિયાતોને અનુરૂપ ઇન્ટિગ્રેટેડ કેર પૂરી પાડવાનો છે પછી ભલે ને તેઓ નાની ઈજાની સારવાર લઇ રહ્યા હોય કે પછી અથવા અકસ્માત પછીની સઘન સારવાર લઈ રહ્યાં હોય. આ વિભાગની સેવાઓમાં નર્સિંગ કેર અને હોમ કેરનો પણ સમાવેશ છે.
શેલ્બી હોસ્પિટલ્સના સ્પોર્ટ્સ મેડિસિન સ્પેશિયાલિસ્ટ ડો. તૌફિક પંજવાનીએ જણાવ્યું કે, “અમારો ધ્યેય એથ્લેટ્સ અને એક્વિટ લોકોને તેમની તાકાત, ગતિશીલતા અને આત્મવિશ્વાસ પુનઃપ્રાપ્ત કરવામાં મદદ કરવાનો છે. આનાથી તેઓ શક્ય તેટલી સલામત અને અસરકારક રીતે તેમનું પીક પર્ફોર્મન્સ ફરી મેળવી શકે.”
શેલ્બી હોસ્પિટલ્સના ઇન્ટરનેશનલ OPD ડાયરેક્ટર ડો. ભરત ગજ્જરે જણાવ્યું હતું કે “અમે એક સમર્પિત ટીમ અને અદ્યતન ટેક્નોલોજી દ્વારા સારવારની ઉચ્ચ ગુણવત્તા માટે પ્રતિબદ્ધ છીએ. આ સારવારથી શારીરિક તાકાતની સાથે મેન્ટલ સ્ટ્રેન્થ પણ મળશે અને એથ્લેટિક કેરમાં નવા ધોરણો સ્થાપિત થશે.”
શેલ્બી હોસ્પિટલ્સના ગ્રૂપ સીઓઓ ડો. નિશિતા શુક્લાએ જણાવ્યું હતું કે “સ્પોર્ટ્સ મેડિસિન ડિપાર્ટમેન્ટ એડવાન્સ્ડ ડાયગ્નોસ્ટિક ટૂલ્સ સહિતની એવી વિશેષ સેવાઓ પ્રદાન કરશે, જેમાં રમતગમતની ઇજાઓની પ્રકૃતિ અને ગંભીરતાનું ચોક્કસ મૂલ્યાંકન થઇ શકે. આ ઉપરાંત સર્જીકલ અને નોન-સર્જીકલ એમ બંને પ્રકારની આધુનિક સારવાર મળશે જે ઇજાના રિપેર ઉપરાંત રિહેબિલિટેટ પણ કરશે. આ વિભાગ એવા વ્યાપક પુનર્વસન કાર્યક્રમો પણ ઓફર કરશે, જે કાર્યક્ષમતાને પુનઃસ્થાપિત કરવા અને પ્રદર્શનને વધારવા માટે કસ્ટમાઇઝ કરેલ છે.”
વધુમાં, આ વિભાગ ઇજાને અટકાવવાની વ્યૂહરચનાઓ પર પણ કામ કરશે કરશે, જેમાં નિષ્ણાતો યોગ્ય તાલીમ તકનીકો અને ઇજાઓને રોકવા માટે સાધનોની પસંદગી અંગે સલાહ આપશે. આ ઉપરાંત ખેલાડીને દેખાવને મહત્તમ કરવા માટે તાકાત અને કન્ડીશનીંગ પ્રોગ્રામ્સ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ પર્ફોર્મન્સ માટે માર્ગદર્શન આપશે.એક્સક્લુઝીવ સ્પોર્ટ્સ મેડિસિન વિભાગની શરૂઆત સાથે શેલ્બી હોસ્પિટલ્સે દર્દી-કેન્દ્રિત હેલ્થ કેર ને લઇને સમગ્ર ભારતમાં સ્પોર્ટ્સ મેડિસિનમાં નવા સ્ટાન્ડર્ડ સેટ કરવા માટે તેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરી છે.