‘કાંટા લગા’ ફેમ શેફાલી જરીવાલાનું 42 વર્ષે નિધન, જાણો મોત પહેલા કોને કર્યો હતો છેલ્લો મેસેજ?

Rudra
By Rudra 3 Min Read

એન્ટરટેઇમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. કાંટા લગા ગર્લ અને બિગ બોસ 13ની કન્ટેસ્ટન્ટ શેફાલી જરીવાલાએ દુનિયાને અલવિદા કહી દીધું છે. 42 વર્ષની ઉંમરમા કાર્ડિયાક અરેસ્ટના કારણે એક્ટ્રેસનું નિધન થયું છે. શેફાલીના અચાનક નિધનથી તેના પરિવારમાં દુખનો પહાડ તૂટી પડ્યો છે. સિનેમા જગતના સ્ટાર્સ પણ એક્ટ્રેસના નિધન પર આઘાતમાં છે. ફેન્સ અને સેલેબ્સ તમામની આંખોમાં ભીની કરી થઈ ગઈ છે.

મળતી માહિતી અનુસાર, જાણીતી એક્ટ્રેસ શેફાલી જરીવાલાના નિધનની ખબરે તમામને હેરાન કરી દીધા છે. મળતી જાણકારી મુજબ, ગઈ કાલે રાત્રે 27 જૂન, શુક્રવારે શેફાલી જરીવાલાને છાતીમાં તીવ્ર દુખાવાની ફરિયાદ થવા પછી તેમના પતિ પરાગ ત્યાગી અને અન્ય ત્રણ લોકોએ તેમને મુંબઈના બેલ્વ્યૂ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ત્યાં પહોંચતા જ ડૉક્ટર્સે તેમને મૃત જાહેર કરી દીધી હતી.

કાર્ડિયાક અરેસ્ટથી મોતનો દાવો, છતાં સત્તાવાર પુષ્ટિ નથી

મિડિયા રિપોર્ટ્સના મતે, શેફાલીનું નિધન કાર્ડિયાક અરેસ્ટ (હ્રદયરોગનો આકસ્મિક હુમલો)ના કારણે થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ હજુ સુધી આ અંગે સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.

ઘરના બહાર ફોરેન્સિક તપાસના દ્રશ્યો વાયરલ

હવે એક્ટ્રેસના ઘરની બહારની કેટલીક વિડિયોઝ સામે આવી છે જેમાં ફોરેન્સિક ટીમ અને મુંબઈ પોલીસ નજરે પડે છે. જણાવાયું છે કે, ફોરેન્સિક ટીમ શેફાલી જરીવાલાના અવસાન સમયે કયા પરિસ્થિતિઓ હતી તેની તપાસ માટે ત્યાં પહોંચી હતી. આ જોઈને લોકો વધુ શંકામાં પડી ગયા છે.

સોશિયલ મિડિયા યુઝર્સનું રિએક્શન

કેટલાક સોશિયલ મિડિયા યુઝર્સે આ સ્થિતિ પર આશ્ચર્ય વ્યક્ત કર્યો છે. એક યુઝરે લખ્યું, “ફોરેન્સિક ટીમ કેમ આવી? શું થયું છે સાચું?” બીજાએ પૂછ્યું, “શું પોસ્ટમોર્ટમમાં કંઈક શંકાસ્પદ આવ્યું છે?” ત્રીજાએ લખ્યું, “મામલો કંઈક ગૂંચવાયેલો લાગે છે, કાર્ડિયાક અરેસ્ટ નહિ લાગે.”

લોકો શેફાલીના અવસાન પર હજુ વિશ્વાસ કરી શકતા નથી અને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યાં છે.

શેફાલી જરીવાલાનું છેલ્લું પોસ્ટ સિદ્ધાર્થ શુક્લા માટે હતું

શેફાલીનો છેલ્લો સોશિયલ મીડિયા પોસ્ટ અભિનેતા સિદ્ધાર્થ શુક્લાને ઉદ્ગેશિત હતો, જેમાં તેમણે લખ્યું હતું – “આજ તારી…”

શેફાલીનો કારકિર્દી માર્ગ

ઉલ્લેખનીય છે કે વર્ષ 2002માં આવેલા પોપ્યુલર ગીત “કાંટા લગા” દ્વારા શેફાલી જરીવાલા ચર્ચામાં આવી હતી. તે બાદ તેમણે ‘બિગ બોસ 13’, ‘નચ બલિયે’ જેવા રિયાલિટી શોઝ અને ‘મુજસે શાદી કરોગી’ જેવી ફિલ્મમાં પણ ભાગ લીધો હતો.

 

Share This Article