શત્રુઘ્ન સિંહા એક અનગાઇડેડ મિસાઇલ છે : નકવીનો આક્ષેપ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અલ્હાબાદ: અભિનેતામાંથી રાજનેતા બનેલા શત્રુઘ્ન સિંહાએ આજે ભાજપ ઉપર તેજાબી પ્રહારો કર્યા હતા. શત્રુઘ્ન સિંહા દ્વારા આમ આદમીના મંચ ઉપર પહોંચવા બદલ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નાયબ અધ્યક્ષ મુખ્તાર અબ્બાસ નકવીએ આજે તેજાબી પ્રહાર કર્યા હતા. નકવીએ કહ્યું હતું કે, શત્રુÎન સિંહા અનગાઇડેડ મિસાઇલ તરીકે છે. રાહુલ ગાંધી પપ્પુ ગપ્પુ તરીકે છે. નકવીએ કહ્યું હતું કે, શત્રુÎનસિંહા બિનજરૂરીરીતે દરેક જગ્યાએ પહોંચી રહ્યા છે. ઓલ પાર્ટી લીડર તરીકે શત્રુઘ્ન સિંહાને ગણાવ્યા હતા. અલ્હાબાદમાં મિડિયા સાથે વાતચીત કરતા નકવીએ કહ્યું હતું કે, શત્રુઘ્ન સિંહા અનગાઇડેડ મિસાઇલ તરીકે છે જે કોઇપણ જગ્યાએ કોઇ પણ સમયે છોડી શકાય છે.

આ ગાળા દરમિયાન નકવીએ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ઉપર પણ પ્રહાર કર્યા હતા. નકવીએ કહ્યું હતું કે, રાહુલ પોતાની ઇમેજને સુધારી શક્યા નથી. પપ્પુ ગપ્પુથી રાહુલ ગાંધી આગળ નિકળી શક્યા નથી. નકવીએ કહ્યું હતું કે, શત્રુÎન સિંહા અને યશવંતસિંહા એવા મહાપુરુષ તરીકે છે જે દરેક પાર્ટીના મંચ ઉપર પહોંચી જાય છે. તેમની સાથે મિત્રતા રાખવામાં ખુબ રસ ધરાવે છે પરંતુ આનાથી પાર્ટીને કોઇ નુકસાન થનાર નથી. કારણ કે, ભાજપમાં ૧૧ કરોડથી વધારે સભ્યો છે અને ૧૦૦૦થી વધારે સાંસદ ધારાસભ્યો છે. કેન્દ્રીયમંત્રીએ કહ્યું હતું કે, શત્રુઘ્ન સિંહા કંઇપણ નિવેદન કરી દે છે.

ભાજપ પોતાના નેતા અને હોદ્દેદારો ઉપર કોઇ નિયંત્રણ લાગૂ કરી રહી નથી. મુખ્તાર અબ્બાસ નકવીએ રાહુલ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, રાહુલ ગાંધી અધ્યક્ષ બન્યા બાદ પોતાની ઇમેજ પપ્પુ ગપ્પુથી આગળ વધી શક્યા નથી. રાહુલને સમજી લેવાની જરૂર છે કે, ૨૦૧૯માં પણ પીએમ પદની કોઇ વેકેન્સી નથી. તેમને હજુ રાહ જાવી પડશે. કોંગ્રેસના ભારત બંધ અને ગઠબંધનના પ્રશ્ન પર નકવીએ કહ્યું હતું કે, કોંગ્રેસ ભ્રષ્ટાચારના એવા ક્રુઝ તરીકે છે જેમાં પાખંડ હંમેશા નજરે પડે છે. વિરોધ પક્ષો સાથે હાથ મિલાવવાના તમામ પ્રયાસ થઇ રહ્યા છે.

Share This Article