અમદાવાદ : શાશ્વત આઇવીએફ સેન્ટરનો બહુ નોંધનીય એક કિસ્સો એવો હતો કે, એક મહિલાનું યુટ્રસ(ગર્ભાશયની અંદરની ચામડીનો હિસ્સો) ઇન્ફેકશનના કારણે ખતમ થઇ ગયું હતું અને કોઇપણ રીતે બાળક રહેવાની શકયતા ન હતી પરંતુ લગભગ દસ કરોડે એક જાવા મળતા આવા કિસ્સામાં ડો.શીતલ પંજાબી અને ડો.રાજેશ પંજાબીએ અથાગ પ્રયાસો કરી સ્ટેમસેલ મારફતે આ મહિલાનું ગર્ભાધન શકય બનાવ્યું અને તેને સંતાનપ્રાપ્તિનું સુખ પ્રાપ્ય બનાવ્યું. ડો.શીતલ પંજાબીએ જણાવ્યું હતું કે, કરોડોમાં એક કેસ કહી શકાય એવા એક કેસમાં એક પુરૂષને કમરથી નીચેના ભાગમાં છેક ગુપ્તાંગથી નીચેના ભાગ સુધી પ્લાસ્ટિક સર્જરી કરાયેલી હતી, એટલે કે, સુધી કે, તેને પેશાબની નળી પણ ન હતી અને તે શારીરિક સંબંધ બાંધી શકે તેવી સ્થિતમાં પણ ન હતો.
આ બહુ પડકારજનક કેસ હતો પરંતુ અમારી ટીમે ભારે અભ્યાસ અને પ્રયોગો બાદ વૃષણકોથળીની અઁંદર પેશાબની નળી બનાવી અને તેના મારફતે શુક્રાણુઓ યુરીનલ બેગમાં એકત્ર કર્યા અને આખરે આમ કરી તે દંપત્તિને સંતાનસુખની પ્રાપ્તિ કરાવી. આજના આ અનોખા સ્નેહ મિલન કાર્યક્રમમાં ભાજપ યુવા મોરચના પ્રમુખ ઋત્વિજ પટેલ ખાસ હાજર રહ્યા હતા અને તેમણે આઇવીએફ ટેકનોલોજી થકી નિઃસંતાન દંપત્તિ હવે સંતાનસુખ પ્રાપ્ત કરી શકે છે તેને આશીર્વાદ સમાન ગણાવી આઇવીએફ ટેકનોલોજી જન્મેલા બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા અને તેમના માતા-પિતાને અભિનંદન પાઠવ્યા હતા.