નવીદિલ્હી : કુંભમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તેમના મંત્રીઓની પવિત્ર ડુબકીના મુદ્દે સંગમમાં સબ નંગે હૈના નિવેદન બાદ કોંગ્રેસી નેતા શશી થરુર વિવાદોના ઘેરામાં આવી ગયા છે. ભાજપના લોકો તેમના નિવેદનને હિન્દુઓના અપમાન તરીકે ગણાવીને આકરા પ્રહારો કરી રહ્યા છે. કોંગ્રેસ અને પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીને પણ ભીંસમાં લેવાના પ્રયાસ થઇ રહ્યા છે. શશી થરુરે નિવેદન કર્યા બાદ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ પણ વળતા પ્રહારો કર્યા છે.
સ્મૃતિએ કહ્યું છે કે, ચૂંટણીના સમય જનોઇ પહેરનાર લોકો આનો જવાબ આપે તે જરૂરી છે. આ પ્રથમ વખત થયું નથી જ્યારે શશી થરુરે આ પ્રકારના નિવેદન કર્યા છે. તેઓ વારંવાર હિન્દુ વિરોધી નિવેદનો કરતા રહે છે. કેન્દ્રીયમંત્રીએ કહ્યું હતું કે, શશી થરુરે કુંભની મજાક કરી છે જેથી કરોડો હિન્દુઓનું અપમાન થયું છે. આ પહેલા ભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ પણ શશી થરુર ઉપર પ્રહાર કર્યા હતા. મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું હતું કે, થરુરને Âટ્વટ કરવાના બદલે ત્રિવેણી સંગમમાં સ્નાનની જરૂર છે.