શશાંક મનોહર બીજી ટર્મ માટે આઇસીસીના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

દુબઇઃ બીસીસીઆઇના પૂર્વ અધ્યક્ષ શશાંક મનોહર ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા છે. શશાંક મનોહર બીજી વખત આ પદભાર સંભાળશે. આઈસીસી દ્વારા એકણાત્ર તેમને જ આ પદ માટે નોમીનેટ કરવામાં આવ્યાં હતા.

આ પહેલા તેઓ પ્રથમ વાર ૨૦૧૬માં બિનહરીફ આઇસીસીના ચેરમેન તરીકે ચૂંટાયા હતા. આ બે વર્ષ દરમિયાન તેઓ ક્રિકેટની રમતમાં નોંધપાત્ર સુધારા લાવ્યા છે. શશાંક દ્વારા ૨૦૧૪ના રિઝોલ્યુશનમાં બદલાવ લાવવામાં આવ્યા હતા, જેમાં સુધારેલા શાશન માળખાની સાથે આઇસીસીની પ્રથમ સ્વતંત્ર મહિલા ડિરેક્ટરની નીંમણુક અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માળખાના વિકાસનો પણ સમાવેશ થાય છે.

પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપતા શશાંક મનોહરે જણાવ્યું કે ખેલ સ્વાસ્થ્ય માટે સારૂં છે પણ અમે આ રમતના રખેલા છીએ અને અમે મજબૂતાઇથી કામ કરવાનું ચાલુ રાખીશું.

પોતાની પુનઃનીંમણુંક વિશે જણાવતા તેમણે ઉમેયું કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન તરીકે બીજી વખત પસંદગી પામવી એ મારા માટે સમ્માનીય છે અને હું  મારા આઇસીસી ડિરેક્ટર્સનો મને સહાકાર આપવા માટે આભાર વ્યક્ત કરૂં છું.

Share This Article