કેટરિના ઉપર શાર્કે કર્યો હુમલો

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતી 19 વર્ષની ઇન્સ્ટાગ્રામની મોડલ કેટરીના એલે જારુત્સકી તેના બોયફ્રેન્ડ અને પરિવાર સાથે બહામાસ રજાઓ ગાળવા ગઇ હતી. અહી મોડલે સમુદ્રમાં તરતા ફોટા પડાવ્યા હતા. આ સમુદ્વમાં કેટરીના શાર્ક સાથે તરતા શૂટ કરી રહી હતી. તે સમયે કેટરિના ઉપર એક શાર્કે હુમલો કરી દીધો હતો. તેમાં ઇન્સ્ટાગ્રામની આ મોડલ ઘાયલ થઇ હતી.

ડેઇલીમેઇલના રિપોર્ટ પ્રમાણે ત્યાં એક બોર્ડ લાગેલુ હતુ. તેમાં લખેલુ હતુ કે, શાર્કથી સાવધાન પરંતુ કેટરિનાએ આ બોર્ડને નજરઅંદાજ કર્યુ હતુ.  ત્યારબાદ તે ત્યાં શૂટ શરૂ કર્યુ હતું. થોડી વાર બાદ એક શાર્ક તેની પાસે આવી અને કેટરિનાના હાથ જડબામાં લઇ કરડવાનો પ્રયાસ કર્યો હતો. કેટરિના ડરથી ધ્રુજવા માંડી હતી.

kp.comkatarina zarutskie shark bite 2 e1531393216509

સમજદારી બતાવતા તેણે ઝડપથી પોતાનો હાથ જટકીને શાર્કના મોઢામાંથી બહાર કાઢી લીધો હતો. બીજુ સમજદારીનું કામ તે કર્યુ કે, બીજા હાથથી લોહી બહાર ના આવે તેવી રીતે જ્યાં વાગ્યુ હતુ તેને કવર કરીને કિનારા તરફ તરવા લાગી. જો લોહી વહેતુ રહ્યુ હોત તો તેને સુંઘીને પણ શાર્ક તેની પાછળ આવત અને તેને વધુ ઘાયલ કરવાના પ્રયાસ કરત. કેટરિનાએ તેની તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

Share This Article