જનતા દળ-યુના બળવાખોર નેતા શરદ યાદવના ટેકેદારોએ આજે લોકતંત્રિક જનતા દળ(LJD) નામના એક નવા જ પક્ષની સ્થાપનાની જાહેરાત કરતાં હવે નીતીશ કુમારના નેતૃત્વ હેઠળના પક્ષમાંથી વિધિવત વિદાય થઇ ચૂકી છે.
LJD ના રાષ્ટ્રીય સેક્રેટરી સુશીલા મોરાલે દ્વારા એક પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરાઇ હતી જ્યાં ખૂદ શરદ યાદવ પણ હાજર હતા, પરંતુ આગ્રહ કર્યો હતો કે જદયુના પ્રતિનીધીત્વનો કાયદાસરનો તેમનો દાવો કોર્ટમાં હોવાથી તેઓ હાલમાં કંઇ બોલશે નહીં.
જો કે તેમણે કહ્યું હતું કે નવા પક્ષને મારા આશિર્વાદ છે.’ ૧૮મેના રોજ નવા પક્ષની કારોબારી સમિતિની રચના કરાશે અને ત્યાં શરદ યાદવ એક માર્ગદર્શક તરીકે હાજર રહેશે’ એમ મોરાલેએ પત્રકારનો કહ્યું હતું. જો કે તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે યાદવ નવા પક્ષના ભાગ નહીં જ હોય.