મુંબઇ : એનસીપીના નેતા શરદ પવાર ઇડીની ઓફિસમાં પોતાનુ નિવેદન નોંધાવવા માટે હાજર થાય તે પહેલા મુંબઇના અનેક વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા મજબુત કરી દેવામાં આવી છે. ઇડીની ઓફિસની બહાર અને દક્ષિણ મુંબઇના કેટલાક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. સાત પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. મુંબઇ પોલીસે આજે આ અંગેની માહિતી આપી છે. આશરે ૨૫ હજાર કરોડ રૂપિયાના આ મામલામાં મુંબઈ પોલીસે ગયા મહિનામાં જ એક એફઆઈઆર દાખલ કરી હતી.
વર્ષ ૨૦૦૭થી લઈને ૨૦૧૧ વચ્ચે આ કૌભાંડમાં મહારાષ્ટ્રના જુદા જુદા જિલ્લાના અન્ય અધિકારીઓને આરોપી બનાવવામાં આવ્યા છે. શરદ પવાર અને અન્યોની સામે કૌભાંડના સંદર્ભમાં મનીલોન્ડિંગના કેસમાં તપાસ બાદ પાર્ટીના કાર્યકરોએ ઈડીની ઓફિસની બહાર દેખાવો કર્યા હતા. પોલીસે પાર્ટીના કાર્યકરોની અટકાયત પણ કરી હતી. બપોરે ૨ વાગે ઈડીની ઓફિસમાં તેઓ પોતે ઉપસ્થિત થઈ જશે. જે તપાસ કરવાની છે તેને લઈને ઉપસ્થિત થનાર છે. પવારે કેન્દ્ર સરકાર ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, દિલ્હીમાં જે સરકાર છે તેનાથી ભયભીત નથી. તેમણે કહ્યું હતું કે, મુંબઈ હાઈકોર્ટે મહારાષ્ટ્ર સ્ટેટ કોઓપરેટિવ બેંક કૌભાંડ મામલામાં કોર્ટમાં રજુ કરવામાં આવેલા તથ્યોના આધાર પર શરદ પવાર અને અન્ય આરોપીઓ પર એફઆઈઆર દાખલ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
એનસીપીના વરિષ્ઠ નેતા શરદ પવારની સામે એવા સમય કેસ શરૂ થયો છે જ્યારે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવી ચુક્યો છે. પવાર સામે હવે કાર્યવાહીને લઇને તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમ અને ડીકે શિવકુમાર પહેલાથી જ સકંજામાં આવી ચુક્યા છે.