અમદાવાદ : પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોને લોકસભાની ચૂંટણી માટેના ફિલ્મનું ટ્રેલર ગણાવતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આજે ભાજપને આડા હાથે લેતાં જણાવ્યું હતું કે, રામના નામે પથરા ભલે તરે, પરંતુ ભાજપ નહીંજ તરે. આ ચૂંટણી પરિણામોનું શ્રેય પ્રજાને આપતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે,સત્તાના અહંકારમાં રૂપિયાથી મત ખરીદી શકાતાહોવાના ભાજપના અહંકારને પ્રજાએ ફગાવી દીધા છે.
તેમણે પરિણામોના એક દિવસ પહેલાઆરબીઆઈનાં ગવર્નર ઊર્જિત પટેલે આપેલા રાજીનામાને સાચી દિશાનું પગલું જણાવતા કહ્યુંકે, ત્રણ લાખ કરોડ રૂપિયા ભાજપ સરકારને ચૂંટણીમાંઉડાવવા માટે અપાય નહીં. પાંચ રાજ્યોના ચૂંટણીના પરિણામો અંગે પ્રતિભાવ આપતાગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, ભાજપ દ્વારા જુઠ્ઠા વચનો આપવા સાથે ડરાવી-લલચાવીને સત્તા મેળવવાનાકરાયેલા પ્રયાસો સામે મતદારોએ લાલ આંખ કરી છે. આ ચૂંટણીમાં છેલ્લે રામ મંદિરનામુદ્દે રૂપિયા વહેંચીને માર્કેટિંગ કરવા છતાં વકીલાત કરવા નીકળેલા ભક્તોને પ્રજાએલપડાક મારી છે. રાજ્યમાં કાયદો-વ્યવસ્થા કથળવા સાથે હોમવર્ક વિના જીએસટી અનેનોટબંધીના નિર્ણયના કારણે જીડીપી અને વેપાર ઘટવાની સાથે બેકારીમાં વધારો થયો છે.તેમણે વધુમાં કહ્યું કે, હુંના અહંકારમાં દર વર્ષે ચૂંટણીઓમાત્ર ભાષણબાજી કરી બોગસ વચનો આપનાર ભાજપે કોઈ વચનો પુરા કર્યા નથી. આથી પ્રજાએ મતનહીં આપી ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે ટ્રેલર બતાવી પરિવર્તન લાવી શકતાહોવાનો વિશ્વાસ વ્યકત કર્યો છે.
શંકરસિંહ વાઘેલાએ પરિણામોમાં વિલંબ અંગે ચૂંટણીપંચ પર પ્રહાર કરતાં જણાવ્યું કે, આ પરિણામોથી બેઠકમાં ૧૮ રાજકીય પક્ષના હકારાત્મકવલણનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, અગાઉ ડો.મનમોહનસિંહે ૧૦ વર્ષ સુધી ગઠબંધન સરકાર ચલાવી છે. આ પ્રસંગે તેમણે કોંગ્રેસઅધ્યક્ષ રાહુલ ગાંધીના વખાણ કરતા કહ્યું કે, તે રાજકીય કિન્નાખોરી નથી રાખતા લોકશાહીને વરેલા વ્યક્તિ છે. તેમણેઆરબીઆઈના ગવર્નર પટેલના રાજીનામાં અંગે કહ્યું કે, ૩ લાખ કરોડ રૂપિયા ઝૂંટવી લેવાનાં દબાણનું આ પરિણામ છે. જેના કારણેદેશની ઈકોનોમી ૪૦ વર્ષ પાછળ ધકેલાઈ જશે. વાઘેલાએ આજના પરિણામો લોકસભાની ચૂંટણીમાંભાજપના વળતા પાણી હોવાના સાફ સંકેત સમાન ગણાવ્યા હતા.