રમઝાનમાં બિકીની પહેરવાથી ટ્રોલ થઇ શમા સિકંદર

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ટીવી અભિનેત્રી હિના ખાન બાદ સોશિયલ મિડીયા પર શમા સિકંદર ટ્રોલ થઇ છે. શમા સિકંદરને સોશિયલ મિડીયા પર બોલ્ડ તસવીર શેર કરવા માટે ઓળખવામાં આવે છે. થોડા સમય પહેલા હિના ખાને એક વિડીયો પોસ્ટ કર્યો હતો જેમાં તેની અદાઓ ખૂબ જ બોલ્ડ હતી. તે વિડીયોને લઇને હિનાન  સોશિયલ મિડીયા પર લોકોએ આડે હાથ લીધી હતી. લોકોએ કહ્યું હતુ કે, રમઝાનનો મહિનો છે એમાં આવું કરતા લાજ નથી આવતી.

ટ્રોલ કરનારા વ્યક્તિઓએ હાલમાં જ ટીવી અભિનેત્રી શમા સિકંદરને પણ આ જ વાતને લઇને ટ્રોલ કરી છે. શમાએ હાલમાં જ એક તસવીર શેર કરી છે. જેમાં તેણે બીકીની પહેરી છે અને અંદાજ ખૂબ બોલ્ડ છે. લોકોએ તેને પણ કહ્યું કે રમઝાનના મહિનામાં આ રીતે  બોલ્ડ તસવીરો પોસ્ટ કરવી યોગ્ય નથી. ઘણા લોકોએ ખૂબ જ અશ્લીલ કમેન્ટ પણ કરી છે. ઘણા લોકોએ તો તે પણ કહ્યું હતુ કે શમાએ ઇસ્લામ ઘર્મ છોડી દીધો લાગે છે.

શમા સિકંદર પહેલા હિના ખાનને પણ લોકોએ આડે હાથ લીધી હતી. તેણે પણ બોલ્ડ અંદાજમાં વિડીયો શેર કર્યો હતો, જેમાં તેની માદક અદાઓને લોકોએ નાપસંદ કરી હતી.

Share This Article