શમા સિકંદર નાતાલ પર્વની ઉજવણી માટે બાર્સેલોનામાં

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદ :  જાણીતી અભિનેત્રી શમા સિંકદર નાતાલ(ક્રિસમસ)ની ઉજવણી કરવા આ વર્ષે વિદેશ પહોંચી છે. શમા સિકંદર નાતાલના તહેવારની ઉજવણી બાર્સેલોના શહેરમાં કરી રહી છે. નાતાલની ઉજવણીને લઇ શમા સિકંદરે જણાવ્યું હતું કે, ક્રિસમસ(નાતાલ)એ ખુશીનો એવો તહેવાર છે કે, જે લોકોને એકબીજાની વધુ નજીક લાવે છે અને લોકો વચ્ચેનો પ્રેમ વધારે છે. ન્યુ યરમાં નાતાલાનું અનોખુ મહત્વ છે, જે તમને ખાસ ઉત્સાહિત અને પ્રેરિત કરે છે.

શમા સિકંદર તેના અબ દિલ કી સુનના ખુદના પ્રોડકશનની વેબ સિરીઝમાં જાવા મળી હતી અને આ વખતે તેણે નાતાલની ઉજવણી ભારત બહાર વિદેશમાં કરવાનું નક્કી કર્યું હતું. તેના ભાગરૂપે તેણી બાર્સેલોના કાતે પહોંચી હતી. શમાએ જણાવ્યું હતું કે, વર્ષનો સુંદર તહેવારની ઉજવણીનો દિવસ ફરી આવી ગયો છે અને તે વિશ્વના સુંદર શહેર બાર્સેલોનામાં શિયાળાની ફુલગુલાબી ઠંડી વચ્ચે નાતાલના આકર્ષણો વચ્ચે ક્રિસમસની ઉજવણી કરી ખૂબ ખુશ અને ઉત્સાહિત છે. શમા સિકંદરે ઉમેર્યું કે, તેણીની ક્રિસમસ ઉજવણીનું પ્લાનીંગ પૂર્વ આયોજિત હતું. બાર્સેલોનામાં ક્રિસમસ લાઇટ્‌સ અને ટ્રી સહિતના આકર્ષણોએ તેની ઉજવણીમાં ચાર ચાંદ લગાવ્યા હતા.

શમા સિકંદર યે મેરી લાઇફ હે સહિતની ટીવી સીરીયલોમાં પણ યાદગાર અભિનય આપી તેની પ્રતિભાને નિખારી હતી અને ફિલ્મોમાં તે ભારે મહેનત અને ધગશના કારણે જ પદાર્પણ કરી શકી હતી.

Share This Article