લખનૌ : ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના હેલિકોપ્ટરને આજે બંગાળમાં ઉતરાણ કરવાની મંજુરી મમતા બેનર્જી સરકારે ન આપતા આને લઇને ભારો હોબાળો થઇ ગયો હતો. મમતા બેનર્જીની ચારેબાજુ વ્યાપક ટિકા થઇ રહી છે. યોગી આદિત્યનાથે મમતા ઉપર મોડેથી ફોન પર સંબોધન દરમિયાન આકરા પ્રહારો કર્યા તા. થોડાક દિવસ પહેલા જ મમતા બેનર્જીએ ભાજપ પ્રમુખ અમિત શાહને પણ રેલી યોજવાની મંજુરી આપી ન હતી. તે વખતે અમિત શાહના હેલિકોપ્ટરને ઉતરાણ કરવાની મંજુરી આપવામાં આવી ન હતી. અમિત શાહ બંગાળમાં રેલી યોજનાર હતા. અમિત શાહે આક્ષેપ કર્યો તો કે, તેમના હેલિકોપ્ટરને ઉતારવાની પરવાનગી મળી ન હતી.
જા કે, એ વખતે મમતા બેનર્જીએ અમિત શાહના આક્ષેપોને ફગાવતા કહ્યું હતું કે, હેલિકોપ્ટરને ઉતરાણની મંજુરી અપાઈ હતી પરંતુ આ સુરક્ષાનો મામલો હતો. મમતાએ આક્ષેપ કર્યો હતો કે, ભાજપના લોકો ખોટી માહિતીઓ રજૂ કરીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. વિવાદ થયા બાદ અમિત શાહે માલ્દામાં રેલી યોજી હતી. હાલમાં નરેન્દ્ર મોદી, અમિત શાહ અને યોગી આદિત્યનાથ સહિત ભાજપે તમામ તાકાત મમતા સરકારને ઉખાડી ફેંકવા પર કેન્દ્રિત કરી દીધી છે.