શાહરૂખ ખાન સાથે રોમાંસ કરીને કેટરીના કેફ ખુબ ખુશ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી :  બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખખાન અને કેટરીના કેફ હવે ફરી એકવાર કેમિસ્ટ્રી જમાવી રહ્યા છે. બંનેની જોડી ટુંક સમયમાં જ જીરો ફિલ્મમાં જાવા મળશે. આ ફિલ્મ ૨૧મી ડિસેમ્બરના દિવસે જાવા મળનાર છે. ફિલ્મમાં શાહરૂખ ખાન એક નાના કદની વ્યક્તિની ભૂમિકા અદા કરનાર છે. બંનેની જોડી વર્ષ ૨૦૧૨માં જબ તક હે જાન ફિલ્મમાં સાથે જાવા મળી હતી. ફિલ્મ સુપરહિટ સાબિત થઇ હતી. આ ફિલ્મમાં શાહરૂખ અને કેટરનાની સાથે અનુષ્કા શર્મા પણ કામ કરી રહી છે. જે સાયનનિસ્ટના રોલમાં નજરે પડનાર છે. આ ત્રણેયની જાડ જબ તક હે જાનમાં દેખાઇ હતી. ફિલ્મના ટ્રેલરને જારી કરવામાં આવ્યા બાદ ઉત્સુકતા વધી ગઇ છે. કેટરીના કેફે પણ ફિલ્મના સંબંધમાં અનુભવ રજૂ કર્યા છે. તેનુ કહેવુ છે કે ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે રોમાન્સ કરતી વેળા ખુબ તકલીફ થઇ હતી. કારણ કે તે નાના કદની વ્યક્તિ સાથે કામ કરી રહી છે.

તેનુ કહેવુ છે કે ફિલ્મમાં તેની ભૂમિકા એક સાહસી મહિલા તરીકેન છે જે એ બાબતને લઇને ચિંતા કરતી નથી કે તેની સાથે એક નાની કદની વ્યક્તિ છે. ફિલ્મમાં કેટરીના કેફ એક શરાબી મહિલાની ભૂમિકા અદા કરી રહી છે. તેની લાઇફ અંગે પણ કેટરના કેફે વાત કરી હતી. આ ફિલ્મ બાદ તે સલમાન ખાન સાથે ભારત ફિલ્મમાં કામ કરી રહી છે. અનુષ્કા શર્મા ફિલ્મમાં વૈજ્ઞાનિક તરીકેની ભૂમિકામાં છે. શાહરૂખ ખાન ફિલ્મમાં સેરેબ્રલ પાલ્સી નામની બિમારીથી ગ્રસ્ત છે. શાહરૂખ ખાન લાંબા સમય બાદ ફિલ્મમાં કામ કરી રહ્યો છે. તેન ફિલ્મને લઇને ચાહકો ઉત્સુકતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. શાહરૂખ ખાનની હાલમાં રજૂ થયેલી ફિલ્મો સરેરાશ સફળતા હાંસલ કરી શકી છે. જેમાં રઇસ અને ડિયર જિન્દગી ફિલ્મનો સમાવેશ થાય છે. ફિલ્મમાં શાહરૂખ ખાને યાદગાર ભૂમિકા અદા કરી છે.

 

Share This Article