શાહરૂખ સાથે ફિલ્મ મળતા ફાતિમાં ખુબ ખુશ : રિપોર્ટ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : દંગલ ગર્લ ફાતિમા સના શેખ હવે શાહરૂખ ખાનની સાથે કામ કરવા જઇ રહી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ સનાને સાઇન કરી લેવામાં આવ્યા બાદ તે ભારે ખુશ દેખાઇ રહી છે.વર્ષ ૨૦૧૮ ફાતિમા શેખ માટે યોગ્ય નહીં રહ્યા બાદ નવા વર્ષમાં કેટલીક સારી ફિલ્મો કરવા માટે આશાવાદી છે. છેલ્લી વખત તે આમીર ખાનની સાથે ઠગ્સ ઓફ ધ હિન્દુસ્તાન નામની ફિલ્મમાં નજરે પડી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સંપૂર્ણપણે ફ્લોપ સાબિત થઇ હતી. ફિલ્મ ફ્લોપ રહી હોવાં છતાં તે વિશ્વાસ સાથે આગળ વધી રહી છે. હવે તેની પાસે સારી ફિલ્મ હાથમાં આવી ગઇ છે. રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો તેની પાસે હવે શાહરૂખ ખાનની સાથે રાકેશ શર્માની બાયોપિક ફિલ્મમાં નજરે પડનાર છે. પહેલા એવી ચર્ચા હતી કે ફિલ્મમાં ભૂમિ પેડનેકર કામ કરી રહી છે.

રિપોર્ટમાં હજુ સુધી ફાતિમા સના શેખના નામને લીલીઝંડી મળી નથી. જા કે ફાતિમા નક્કી થઇ ચુકી છે. ફાતિમાના હજુ સુધીના દેખાવના કારણે નિર્માતા નિર્દેશકો ભારે પ્રભાવિત રહ્યા છે. આજ કારણસર તે પ્રબળ દાવેદાર તરીકે છે. સત્તાવાર રીતે તેના નામની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. રાકેશ શર્માની બાયોપિક ફિલ્મ પર તમામ કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. રાકેશ શર્માના સાહસ, વીરતા અને તેમની હિમ્મતને આ ફિલ્મમાં રજૂ કરવામાં આવનાર છે. મહેશ મથઇ આ ફિલ્મનુ નિર્દેશન કરી રહ્યા છે.

ફિલ્મની પટકથા અંજુમ રાજાબાલા દ્વારા લખવામાં આવી છે. ફિલ્મનુ નિર્દેશનનુ કામ સિદ્ધાર્થ રોય કપુર કરી રહ્યા છે. રોની સ્ક્રુવાલા નિર્મિત આ ફિલ્મ છે. ફિલ્મનુ શુટિંગ હવે ફેબ્રુઆરી મહિનાના અંતમાં હાથ ધરવામાં આવનાર છે. ફાતિમા ફિલ્મને લઇને આશાવાદી બનેલી છે. શુટિંગ માટે તૈયારી પણ કરી રહી છે.

Share This Article