શાહરૂખ-સમીર વાનખેડેની ચોંકાવનારી ચેટ થઇ વાયરલ

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

આર્યન ખાન કેસમાં મોટી અપડેટ સામે આવી છે. નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો ના પૂર્વ એન્ટી-ડ્રગ્સ ઓફિસર સમીર વાનખેડે અને બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની વોટ્‌સએપ ચેટ સામે આવી છે. આ ચેટ તે વખતની છે જ્યારે આર્યન ખાનની ડ્રગ્સ મામલે સમીર વાનખેડેએ ધરપકડ કરી હતી. આ મામલે સીબીઆઇ સમીર વાનખેડે એફઆઇઆર નોંધીને તપાસ કરી રહી છે. સમીર વાનખેડે પર આર્યન ખાનને છોડવામાટે શાહરૂખ ખાન પાસેથી ૨૫ કરોડ રૂપિયા વસૂલવાનું કાવતરું રચવાનો આરોપ છે. હવે સમીર વાનખેડેએ પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે આ ચેટ જોહેર કરી છે. તેના પર લાગેલા આરોપોના જવાબમાં સમીર વાનખેડેએ પોતાને નિર્દોષ જોહેર કરતી અરજી દાખલ કરી હતી. પિટિશનમાં ટેક્સ્ટ વાતચીતના સ્ક્રીનશોટ જેવું દેખાતું અટેચમેન્ટ સામેલ છે. તે સ્ક્રીનશોટ્‌સમાં સૌથી ઉપર ‘શાહરુખ ખાન’નું નામ છે. સમીર વાનખેડેએ દાવો કર્યો છે કે આર્યન ખાનની ધરપકડ વખતે તેણે શાહરૂખ ખાનને મદદ કરી હતી. શાહરૂખ ખાન સાથે વાત કર્યા બાદ તેણે આર્યન સાથે નરમાશ રાખી હતી. શાહરૂખ ખાને સમીર વાનખેડેને ઘણા મેસેજ કર્યા હતા.

શાહરૂખે સમીરને વારંવાર મેસેજમાં આર્યન ખાનને જેલમાં ન રાખવા અને તેના દીકરા સાથે થોડી નરમાઈથી વર્તે તેવી વિનંતી કરી હતી. શાહરૂખ ખાને એક મેસેજમાં કહ્યું, “પ્લીઝ મારા દીકરા આર્યનને જેલમાં ન રાખો, હું તમારી પાસે ભીખ માંગુ છું… તે ભાંગી પડશે.” અહીં વાંચો શાહરૂખ ખાન અને સમીર વાનખેડેની વોટ્‌સએપ ચેટઃ સ્ક્રીનશોટ મુજબ, શાહરૂખ ખાને સમીર વાનખેડેને વિનંતી કરી હતી, “પ્લીઝ તેને (આર્યન) જેલમાં રહેવા ન દો કારણ કે તે સંપૂર્ણપણે ભાંગી પડશે.” – શાહરૂખ મેસેજ કર્યો, “ભગવાનની ખાતર તેની સાથે નરમાશ રાખજોે. હું સમ ખાઉ છું કે આવનારા સમયમાં હું દરેક સમયે તમારી સાથે ઉભો રહીશ અને તમે જે હાંસલ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો તે પ્રાપ્ત કરવામાં તમારી મદદ કરીશ. આ એક પુરુષનું વચન છે અને તમે મને એટલો તો જોણો છો કે હું ખૂબ જ સારો વ્યક્તિ છું. હું તમને વિનંતી કરું છું કે પ્લીઝ મારા અને મારા પરિવાર પર દયા કરો. અમારુ એક નોર્મલ ગ્રુપ છે અને મારો દીકરો થોડો ખુલ્લા મનનો છે પણ તે એક ગુનેગારની જેમ જેલમાં રહેવાને લાયક નથી. તમે પણ આ જોણો છો. પ્લીઝ હું તમારી પાસે ભીખ માંગુ છું. શાહરૂખ ખાને મેસેજ કર્યો, “હું તમારી પાસે ભીખ માંગુ છું યાર, પ્લીઝ તેને જેલમાં રહેવા ન દો. તે એક માણસ તરીકે તૂટી જશે.  કેટલાક લોકોના કારણે તેની આત્માને ધક્કો લાગશે. તમે (સમીર વાનખેડે) વચન આપ્યું હતું કે તમે મારા દીકરાને સુધારશો, તેને એવી જગ્યાએ નહીં મોકલો જ્યાં તે સંપૂર્ણપણે તૂટી જોય.

Share This Article